અર્નબ વાવાઝોડુ આવતીકાલે આંધ્રપ્રદેશના દરિયાકીનારે ટકરાશે : હાઈએલર્ટ
૧૪૦ કિમી પ્રતિ કલાકે પવન ફુંકાશે : ચક્રવાત વાવાઝોડાથી ભારે વિનાશ સર્જાવાની ભીતી : આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, આંદામાન નિકોબાર ટાપુઓમાં તમામ શાળા કોલેજાે બંધ : ૧૩ રાજયોમાં વાવાઝોડાની અસર વર્તાશે
વિશાખાપટ્ટનમ,તા.૨૭:
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત અર્નબ ઝડપથી આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમ્યું છે અને આગામી ૧૨ કલાકમાં વધુ ખતરનાક બની શકે છે. એવો અંદાજ છે કે વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરશે. ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા સહિત અનેક રાજ્યોમાં ચેતવણી જારી કરી છે.
ચક્રવાત અર્નબ આગામી ૨૪ કલાકમાં ભારે વિનાશ લાવી શકે છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત અર્નબની અસર ૧૩ રાજ્યોમાં અનુભવાશે. ખેડૂતો અને માછીમારોને અત્યંત સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ચક્રવાત અર્નબ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર એક ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિણમ્યું છે. તે ૨૮ ઓક્ટોબરની સવાર સુધીમાં આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠાને પાર કરી શકે છે. તે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે યાનમ નજીકથી આર્યજનક ગતિએ પસાર થશે. પવનની ગતિ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ચક્રવાતી તોફાન અર્નબના જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
સમુદ્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બચાવ દળોને સતર્ક રાખવામાં આવ્યા છે. તોફાન બુધવારે કિનારે ટકરાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પુડુચેરી ઉપરાંત બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં મંગળવાર સુધી તમામ શાળાઓ બંધ રહેશે.
આંધ્ર પ્રદેશ સરકારે રાહત અને બચાવ કામગીરી માટે ૨૦ જિલ્લાઓને ૨૭ કરોડ રૂપિયા જારી કર્યા છે. રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમો તહેનાત કરવામાં આવી છે.


