આજે જીયો શેરનું એલોટમેન્ટ થશે

આજે જીયો શેરનું એલોટમેન્ટ થશે

મુંબઈ તા.ર૬
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના ૩૦૨૦૦ કરોડના મેગા IPOને લઈને રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. ૨૩ ઓક્ટોબરે બંધ થયેલા આ ઈશ્યૂને રેકોર્ડ તોડ સબ્સ્ક્રિપ્શન મળ્યા બાદ, આજે ૨૬ ઓક્ટોબરે શેર્સની ફાળવણી થવાની પૂરી અપેક્ષા છે. આ IPO માટે ૧ કરોડથી વધુ અરજીઓ મળી છે, જેણે વૈશ્વિક સ્તરે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પહેલાં આ રેકોર્ડ વારી એનર્જીઝના નામે હતો.