સિનિયર સિટીઝન બ્રહ્મ ગ્રુપ જૂનાગઢ દ્વારા સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજી મંદિર ઉપર ધજા ચડાવવાનો તથા વડિલ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

સિનિયર સિટીઝન બ્રહ્મ ગ્રુપ જૂનાગઢ દ્વારા સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજી મંદિર ઉપર ધજા ચડાવવાનો તથા વડિલ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, તા.૨૭      
સિનિયર સિટીઝન બ્રહ્મ ગ્રુપ, જુનાગઢ દ્વારા તા.૨૫-૧૦-૨૦૨૬ ને રવિવારે સવારે શરદ પૂર્ણિમાના પાવન અવસરે  સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજી મંદિર, ગિરનાર રોડ, જુનાગઢ ખાતે મંદિર ઉપર ધજા ચડાવવાનો કાર્યક્રમ વિશ્વ કલ્યાણ અર્થે યોજવામાં આવેલ તેની સાથે વડિલ વંદનાનો વિશિષ્ટ કાર્યક્રમ કે જેમાં ૭૫ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વડિલો પૈકી આ ગ્રુપમાં જાેડાયેલ ભાઈઓ તથા બહેનોનુ  સાદી શાલથી સન્માન કરવાને બદલે માતાજીની પ્રસાદી રૂપે માતાજીની ચુંદડી મંદિરના પૂજારી દ્વારા વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં દરેક ૭૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને માતાજીના આશીર્વાદ સ્વરૂપે વડિલોને ઓઢાડી/અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ગૃપ દ્વારા પુજારીશ્રીનુ શાલ ઓઢાડીને સન્માન કરી સાથે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સન્માનથી વડિલો અતિ પ્રભાવિત થયા અને ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, શાલથી તો અમારા ઘણા સન્માન થયાં છે, પરંતુ આ તકે ખાસ કરીને શરદ પૂર્ણિમાના પાવન અવસરે માતાજીના સાનિધ્યમાં અમારૂં માતાજીના આશીર્વાદ સાથે પ્રસાદી રૂપે મંદિરનાં પુજારીના હસ્તે ચુંદડીથી જે સન્માન કરવામાં આવ્યું છે તે અમારા જીવનમાં યાદગાર દિવસ બની રહ્યો તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના ૭૫ વર્ષ થી વધુ ઉંમરના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 
આ કાર્યક્રમની શરૂઆતમાં સવારે ૯ વાગ્યે ધજાની પૂજનવિધિ કરવામાં આવી ત્યારબાદ ધજાને બધાંએ વારાફરતી માથા ઉપર ધજા લઈને માતાજીના જયકારા સાથે મંદિરની પરીકમા કરી ધજા ચડાવવામાં આવી ત્યાર પછી વડિલ વંદના કાર્યક્રમ યોજાયો આ સંપૂર્ણ કાર્યક્રમ વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ ના સાથ, સહકાર અને સહયોગથી સફળ રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી શૈલેષભાઈ પંડ્યા, યોગેશભાઈ વ્યાસ, બીપીનભાઈ ભટ્ટ અને નરેન્દ્રભાઈ દવે, રાજુભાઈ વ્યાસ, યોગગુરુ પ્રતાપભાઈ થાનકી એ જહેમત ઉઠાવી હતી.