આજથી નવી દિલ્હીમાં ૧રમું બ્રિક્સ શીખર સંમેલન : વડાપ્રધાન મોદી હાજરી આપશે

આજથી નવી દિલ્હીમાં ૧રમું બ્રિક્સ શીખર સંમેલન : વડાપ્રધાન મોદી હાજરી આપશે

નવી દિલ્હી તા.૨૬
૧૨મું બ્રિક્સ સંસદીય મંચ આજે સંસદ ભવનના સંકુલમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં શરૂ થશે. બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના સંસદીય નેતાઓ સંસદીય સહયોગને મજબૂત બનાવવા અને લોકો-કેન્દ્રિત વિકાસ પર ચર્ચા કરવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમ ૨૬ અને ૨૭ ઓક્ટોબરના રોજ યોજાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે અને વિવિધ દેશોના પ્રતિનિધિમંડળોના નેતાઓ સાથે મુલાકાત કરશે. રશિયન સંસદ ડુમાના અધ્યક્ષ વ્યાચેસ્લાવ વોલોડિન ભારત પહોંચ્યા છે.  આ બેઠક દરમિયાન, ભારત અને રશિયાના સંસદીય પ્રતિનિધિમંડળોએ વૈશ્વિક પ્લેટફોર્મ પર સહયોગ મજબૂત કરવા અને આતંકવાદ સામે લડવા માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.