જીયોનું શાનદાર લીસ્ટીંગ : શેરદીઠ રૂા.ર૩૯નો ફાયદો : રોકાણકારોને બખ્ખા

જીયોનું શાનદાર લીસ્ટીંગ : શેરદીઠ રૂા.ર૩૯નો ફાયદો : રોકાણકારોને બખ્ખા

મુંબઈ, તા.૨૮
ભારતના ટોચના કોર્પોરેટ ગૃહ રીલાયન્સ જુથની કંપની જીયો પ્લેટફોર્મનું આજે ધમાકેદાર લીસ્ટીંગ થયુ હતું. રૂા.૧૧૧૯ ના ઓફર ભાવ સામે ૧૩૫૮માં લીસ્ટીંગ થતાં ઈન્વેસ્ટરોને ૨૧.૩૬ ટકાની કમાણી થઈ હતી.
ભારતીય માર્કેટના ઈતિહાસના સૌથી મોટા આઈપીઓમાં સૌથી વધુ અરજી સહિતના રેકોર્ડ બનાવનાર કંપની હવે માર્કેટ કેપની દ્રષ્ટિએ રીલાયન્સ પછીની બીજા નંબરની સૌથી મોટી કંપની બની છે.
રીલાયન્સ ગ્રુપની કંપની જીયો પ્લેટફોર્મ ૨૧.૩૬ ટકા પ્રિમીયમની લીસ્ટ થતા ઈન્વેસ્ટરો ખુશખુશાલ બન્યા છે. કેટલાંક દિવસોથી ગે્ર માર્કેટમાં શેરનું પ્રિમીયમ ૨૫૦ આસપાસ જ બોલાતું હતું અને તેની નજીક જ લીસ્ટીંગ થયુ હતું. લીસ્ટીંગ ભાવે નાની અરજીનાં રોકાણકારોને રૂા.૨૮૬૮ તથા મોટી અરજીનાં ઈન્વેસ્ટરોને રૂા.૪૩૦૨૦ રૂપિયાની કમાણી થઈ છે.
લીસ્ટીંગ ભાવના આધારે જીયો પ્લેટફોર્મ માર્કેટ કેપ મુજબ દેશની બીજા નંબરની અને ટેલીકોમ ક્ષેત્રની પ્રથમ નંબરની સૌથી મોટી કંપની બની છે. અત્યાર સુધી ભારતી એરટેલ આ સ્થાને હતી.
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો તમે માત્ર લિસ્ટિંગ ગેઇન માટે રોકાણ કર્યું છે, તો લિસ્ટિંગના દિવસે નફો વસૂલવો યોગ્ય સ્ટ્રેટેજી રહેશે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોને શેરને પોર્ટફોલિયોમાં હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોને આશા છે કે કંપનીનો શેર થોડા સમયમાં ૧,૫૦૦થી ૧,૮૦૦ સુધી જઈ શકે છે.
માર્કેટ નિષ્ણાતો અનુસાર, લિસ્ટિંગના દિવસે શરૂઆતમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી તરત એન્ટ્રી ન લો. જો લિસ્ટિંગ પછી શેરમાં થોડો ઘટાડો (ડિપ) આવે, તો ધીમે-ધીમે શેરની ખરીદી કરવી વધુ સારું રહેશે. શેરની કિંમત, વેલ્યુએશન અને કંપનીના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યા પછી જ રોકાણનો ર્નિણય લો.