હિમાલીયન ક્ષેત્રમાં બરફ ગાયબ : ગ્લોબલ વોર્મિંગની અસર
(એજન્સી) દેહરાદૂન, તા.૨૭
ડીસેમ્બર મહિનાના અંતિમ દિવસો છે અને કેલેન્ડર વર્ષ ખત્મ થવાના આરે હોવા છતાં ઉત્તરાંખંડના પર્વતોમાં બરફનું નામોનિશાન ન રહેતા અને કાળા દેખાવા લાગતા હવામાનશાીઓ ચિંતિત બન્યા છે. ૨૫૦૦ થી ૩૫૦૦ મીટરની ઉંચાઇ ધરાવતા પહાડી ભાગોમાં હજુ હિમવર્ષા થઇ ન હોવાથી ક્યાંય બરફની ચાદર નથી. પર્વતોની ઉંચી ચોટીઓ પર પણ હલ્કી-સામાન્ય હિમવર્ષા જ થઇ હોવાથી બહુ મામૂલી બરફ દેખાઇ રહ્યો છે. હિમાલયન ક્ષેત્રમાં ‘બરફના દુષ્કાળ‘ની સ્થિતિથી જલવાયુ પરિવર્તનની ગંભીર અસરના સંકેત ઉઠવા લાગ્યા છે. છેલ્લા એક મહિનાની સ્થિતિએ ગંભીર ચિંતા સર્જી છે. જ્યાં ઉંચા પહાડો બરફ વિનાના છે. બીજી તરફ કડકડતી ઠંડીને નદી-તળાવ-ઝરણા જામી ગયા છે.


