‘રેરા’ માત્ર બિલ્ડરોને લાભ કરાવે છે : બંધ કરી નાખો : સુપ્રિમ કોર્ટની લાલ આંખ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
જમીન-મકાન કે પ્રોપર્ટીની ખરીદી કરતા ગ્રાહકોના હિતોના રક્ષણ તથા બિલ્ડરોની છેતરપિંડીથી તેમને બચાવવા માટે રચાયેલા ‘રેરા‘ વાસ્તવમાં ડીફોલ્ટર બિલ્ડરોની મદદ કરવા સિવાય કાંઇ કરતું નથી અને તેનો સંકેલો કરી નાખવો જોઇએ તેવી અત્યંત આકરી ટીપ્પણી સર્વોચ્ચ અદાલતે કરી હતી.
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)નું ગઠન જે ઉદેશ સાથે અને જે લોકો માટે થયું હતું તે ગ્રાહક વર્ગ તો તેનાથી ઉદાસ, નિરાશ અને હતાશ જ છે એટલે તેને બંધ કરી દેવી જોઇએ. આ ર્નિણય થાય તો અદાલતને કોઇ વાંધો નહીં રહે. સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ઇઈઇછ)ની કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરતા અત્યંત આકરી ટિપ્પણી કરી હતી. હિમાચલ પ્રદેશ રેરા ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવા અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, રેરા જે હેતુ માટે બનાવવામાં આવી હતી તે પૂરો કરવામાં નિષ્ફળ રહી છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે તીખો પ્રહાર કરતા કહ્યું કે, રેરા હવે નિવૃત્ત ૈંછજી અને વહીવટી અધિકારીઓ માટે ‘પુનર્વસન કેન્દ્ર‘ બની ગઈ છે. આ અધિકારીઓ સંસ્થાના મૂળ ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો આ સંસ્થા સામાન્ય નાગરિકોને રાહત ન આપી શકતી હોય, તો તેને સમાપ્ત કરી દેવી જોઈએ, કોર્ટને તેમાં કોઈ વાંધો નથી.


