ભોપાલમાં શંકાસ્પદ સ્લીપર સેલને એટીએસે ઝડપી લીધો

ભોપાલમાં શંકાસ્પદ સ્લીપર સેલને એટીએસે ઝડપી લીધો

(એજન્સી)          ભોપાલ તા.13
ભોપાલમાં એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના શંકાના આધારે એક યુવક (સ્લીપર સેલ) ની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મોહમ્મદ ફરાજ તરીકે થઈ છે. ATSએ શુક્રવારે સવારે ભોપાલના કાઝી કેમ્પ વિસ્તારમાં નન્હે બીની મસ્જિદ પાસેથી તેની ધરપકડ કરી. તેને જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો.આ કેસમાં આરોપી વિરુદ્ધ UAPA અને રાજદ્રોહ સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. જિલ્લા કોર્ટે તેને 16 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. તપાસ એજન્સી આરોપીની હિલચાલ, સંપર્કો અને નેટવર્ક અંગે વિગતવાર પૂછપરછ કરશે. ફરાજને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ પર પાકિસ્તાની હેન્ડલર્સ (આતંકવાદી સંગઠન) દ્વારા જોડવામાં આવ્યો હતો. સમય આવ્યે ટાર્ગેટ કિલિંગ માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની હેન્ડલર્સે તેને જેહાદી વીડિયો પણ મોકલ્યા હતા.