સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવર છવાશે, આજથી ફીફા વર્લ્ડકપ-2026નો પ્રારંભ

સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવર છવાશે, આજથી ફીફા વર્લ્ડકપ-2026નો પ્રારંભ

ટોરન્ટો, તા.11 
ચાર વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને કેનેડા, અમેરિકા તેમજ મેક્સિકોની સંયુક્ત ધરતી પર આજથી ફૂટબોલના સૌથી મોટા મહાકુંભ --- ફિફા વર્લ્ડ કપના 23માં સંસ્કરણનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે જ સમગ્ર વિશ્વ આગામી 39 દિવસ સુધી ફૂટબોલના અદભુત ખુમાર અને રોમાંચમાં ડૂબી જશે. વિશ્વકપના ઇતિહાસમાં આ વખતે સૌથી મોટું આયોજન થવા જઈ રહ્યું છે, જ્યાં વિશ્વભરના 1248 જેટલા ખેલાડીઓ પોતાની કુશળતાનું પ્રદર્શન કરીને ફૂટબોલ ઇતિહાસમાં અમર થવા મેદાનમાં ઉતરશે. 
વિજેતા નક્કી કરવા માટે અલગ-અલગ 16 શહેરોના 13 અત્યાધુનિક મેદાનો પર કુલ 104 મેચો રમાશે, જેમાં ખેલાડીઓ અમેરિકા, મેક્સિકો અને કેનેડાના મેદાનો પર કિસ્મત અજમાવાશે.