દિલ્હીમાં ફરીવાર પોલ્યુશન બોમ્બ ફુટયો : અનેક વિસ્તારોમાં પ્રદુષણનું સ્તર અત્યંત ખતરનાક સ્તરે પહોંચ્યું
(એજન્સી) નવી દિલ્હી તા.૨૭
રાજધાની દિલ્હી સહિત એનસીઆરના શહેરોમાં ફરી એકવાર હવા ઝેરીલી બની ગઈ છે. આજે ધુમ્મસની મોટી ચાદર રાજધાનીમાં પથરાઈ ગઈ હતી, જયારે હવા રોકાઈ જવાથી એકયુઆઈ ફરી ગંભીર સ્થિતિમાં પહોંચી ગયું હતું.
દિલ્હીમાં જાણે પ્રદુષણના બોમ્બ ફુટી રહ્યા છે, અનેક વિસ્તારોમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) અનુસાર દિલ્હીના સરેરાશ એકયુઆઈએ લાંબી છલાંગ લગાવી છે. આનંદ વિહારનું એકયુઆઈ સવારે ૭ વાગ્યે અધધધ ૭૧૬
નોંધાયું હતું, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. જયારે વઝીરપુરમાં પણ એકયુઆઈ રેકોર્ડ થયું છે.
આ ઉપરાંત અનેક
વિસ્તારોમાં સ્થિતિ ગંભીર રહી, જયારે અનેક વિસ્તારોમાં એકયુઆઈ ૪૦૦ને પાર
થઈ ગયું હતું. ગાઝીયાબાદના વસુંધરામાં એકયુઆઈ ૪૫૫ નોંધાયું હતું. દિલ્હીમાં ભયાનક પ્રદુષણને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ સહિતની બિમારીઓ વ્યાપક બની રહી છે.


