તૃણમુલને ફટકો : સુપ્રિમ કોર્ટે અરજી ફગાવી

તૃણમુલને ફટકો : સુપ્રિમ કોર્ટે અરજી ફગાવી

(એજન્સી)      નવી દિલ્હી તા.ર
પશ્ચિમ બંગાળમાં મતગણતરી કેન્દ્રો પર કેન્દ્રીય અને પીએસયુ કર્મચારીઓની તહેનાતી સામે તૃણમુલ કોંગ્રેસની વાંધા અરજીને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ચૂંટણી પંચને કોઈ આદેશ આપી શકાતા નથી. આ ચૂંટણી પંચનો અધિકાર છે, તેમના પર ભરોસો કરો.‘TMC વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું છે કે અમને ચૂંટણી પંચ પાસેથી ન્યાય મળવાની આશા નથી. TMCએ આ પહેલા કલકત્તા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે વાંધો ફગાવતા કહ્યું હતું કે મતગણતરી સ્ટાફની નિમણૂક ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં આવે છે, તેમાં કોઈ ગેરકાયદેસરતા નથી. બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે બે તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ છે. જસ્ટીસ પી.એસ. નરસિંહા અને જોયમલ્યા બાગચીની ખાસ બેન્ચે કહ્યું, ચૂંટણી પંચ દ્વારા રોજ જારી કરાયેલા પરિપત્ર અમલમાં રહેશે. કોઈ અલગ આદેશ જારી કરવાની જરૂર નથી. ટીએમસીએ કલકત્તા હાઈકોર્ટના ર્નિણયને પડકાર્યો હતો, જેમાં ફક્ત કેન્દ્ર સરકાર અને પીએસયુ કર્મચારીઓની કાઉન્ટીંગ સુપરવાઈઝર તરીકે નિમણૂકને સમર્થન આપવામાં આવ્યું હતું.