દેશભરમાં આજે ગણેશ વિસર્જન : મુંબઈમાં ૧.૮૦ લાખ મૂર્તિઓનું વિસર્જન થશે
(એજન્સી) મુંબઈ તા.૦૬
આજે દેશભરમાં ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે. અનંત ચતુર્દશીના રોજ ભગવાન ગણેશની મૂતિર્નું વિસર્જન કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુંબઈમાં ગણેશ વિસર્જન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
મુંબઈમાં ૧.૮૦ લાખથી વધુ મૂતિર્ઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આમાં ૬,૫૦૦ ગણેશ પંડાલ અને ૧.૭૫ લાખ ઘરગથ્થુ મૂતિર્ઓનો સમાવેશ થાય છે. આ મૂતિર્ઓનું શહેરના વિવિધ દરિયાકિનારા, જળાશયો અને ૨.૫ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મુંબઈમાં ૨૧,૦૦૦ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પહેલી વાર, પોલીસ રૂટ મેનેજમેન્ટ માટે આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) નો ઉપયોગ કરશે.


