દેશના ૧૭માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોજાઈ રહેલું મતદાન : એનડીએના રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત
(એજન્સી) નવી દિલ્હી તા.૯:
આજે દેશના ૧૭મા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે છે, જેના માટે સંસદ ભવનમાં મતદાન યોજાઈ રહ્યું છે મુકાબલો દ્ગડ્ઢછ ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન અને ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર તેમજ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી વચ્ચે છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે અને મતગણતરી ૬ વાગ્યાથી શરૂ થશે. દેશને આજે સાંજે એક નવા ઉપરાષ્ટ્રપતિ મળશે. સ્વાસ્થ્ય કારણોસર ૧૬મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા બાદ આ ચૂંટણી
યોજાઈ રહી છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન પહેલા જ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. નંબર ગેમમાં દ્ગડ્ઢછ આગળ છે. આવી સ્થિતિમાં, સી. પી. રાધાકૃષ્ણન આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. હાલમાં, રાજ્યસભામાં ૨૩૯ સાંસદો અને લોકસભામાં ૫૪૨ સાંસદો છે, જેનો અર્થ છે કે જીત માટે ૩૯૧નો આંકડો જરૂરી છે. દ્ગડ્ઢછ પાસે ૪૨૫ સાંસદો છે, જ્યારે તેને અન્ય કેટલાક પક્ષો તરફથી મત મળવાનો પણ વિશ્વાસ છે. આમ છતાં, દ્ગડ્ઢછ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી
રહ્યું છે. ભૂતકાળમાં, છેલ્લી ક્ષણે ક્રોસ વોટિંગે ઘણી વખત આખી રમત બગાડી નાખી છે. આવી સ્થિતિમાં, દ્ગડ્ઢછ કોઈ પણ પ્રકારની ઢીલ કરવા માંગતું નથી.
ઇન્ડિયા બ્લોક જાણે છે કે તેની પાસે સંખ્યા નથી, પરંતુ તેણે હજુ સુધી આશા છોડી નથી. છેલ્લી ક્ષણ સુધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સ્વતંત્ર સાંસદોનો સંપર્ક કરતા રહ્યા. વિપક્ષ પાસે ૩૨૪ મત છે. આવી સ્થિતિમાં, જીતનો માજિર્ન ૧૦૦ થી ૧૨૫ ની વચ્ચે હોઈ શકે છે.


