અમેરીકાની સુપ્રિમ કોર્ટે ટ્રમ્પને ફ્રી-હેન્ડ આપ્યો ઈમીગ્રેશન નીતિ લાગુ કરવાની ખુલ્લી છુટ મળી ગઈ
અમેરીકામાં હવે ગેરકાયદેસર રહેતા લોકોનું આવી બનશે
(એજન્સી) વોશિંગ્ટન તા.૯:
અમેરિકાની સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. જેનાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની ઇમિગ્રેશન નીતિ લાગુ કરવામાં ખુલ્લી છૂટ મળી ગઈ છે. હવે તેઓ અધિકારીઓને આદેશ આપી શકશે કે દરોડા પાડો અને લોકોને દેશમાંથી બહાર મોકલો. ખાસ વાત એ છે કે તેના માટે ખાલી એક નાની એવી શરત રાખી છે. જો એજન્ટને એ ખબર પડી જાય કે સામેવાળો અમેરિકી નાગરિક છે અથવા માન્ય રીતે દેશમાં રહે છે, તો તેને તરત છોડી દેવો જોઈએ. બાકી કિસ્સામાં એજન્ટ વિના વધારે પૂછપરછ કરી કાર્યવાહી કરી શકે છે. આ ર્નિણય એવા સમયે આવ્યો છે, જ્યારે ટ્રમ્પ બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ રેકોર્ડ સ્તર પર ગેરકાયદેસર પ્રવાસીઓને દેશમાંથી બહાર મોકલવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે તેનાથી દેશની સુરક્ષા મજબૂત થશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લાગશે. પણ તેની સાથે પ્રવાસી સમુદાયમાં ડર અને ગુસ્સો પણ વધશે. કોર્ટે પોતાના આદેશમાં વધારે વિસ્તાર નથી આપ્યો, પણ આ સ્પષ્ટ કર્યું કે, ટ્રમ્પ પ્રશાસનને દરોડા અને ધરપકડમાં કોઈ ખાસ વંશ અથવા ભાષાને આધાર બનાવવાની મર્યાદિત અનુમતિ મળી શકે છે.


