કર્ણાટકમાં શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા તૈયારી
(એજન્સી) બેંગ્લુરૂ તા.૨૬:
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં હવે નેતૃત્વ પરિવર્તન નિશ્ચિત બની ગયુ છે અને હાલના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર નવા મુખ્યમંત્રી બનશે તેવા સંકેત છે. છેલ્લા એક સપ્તાહથી બેંગલુરૂ-દિલ્હી વચ્ચે જે રાજકીય ધમધમાટ સર્જયા તેમાં હવે કોંગ્રેસ મોવડીમંડળે ‘સિક્રેટ-ડીલ‘ ને સન્માન આપવા ર્નિણય લઈ લીધો હોવાનું માનવામાં આવે છે. જે મુજબ રાજયમાં પાંચ વર્ષના શાસનમાં અઢી-અઢી વર્ષ સિદ્ધરમૈયા અને ડી.કે.શિવકુમાર મુખ્યમંત્રી રહેશે. તા.૨૦ નવે.ના સિદ્ધરમૈયાએ મુખ્યમંત્રીપદના અઢી વર્ષ પુરા કરતા હવે ખુરશી ખાલી કરવા માટે તેને કોંગ્રેસ મોવડીમંડળ જણાવશે. ડી.કે.શિવકુમારના ટેકેદાર ધારાસભ્યોએ દિલ્હીમાં પડાવ નાખી કોંગ્રેસ મોવડીમંડળ પર જબરૂ દબાણ લાવ્યુ છે.


