ગુજરાતમાં બનેલી મારૂતિની ઈ-વિટારાનું આજે લોન્ચિંગ
(એજન્સી) નવી દિલ્હી તા.ર :
મારુતિ સુઝુકી તેની પહેલી ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા આજે લોન્ચ કરવા જઈ રહી છે. એમાં ૪૯ાઉર અને ૬૧ાઉરના બે બેટરી પેક ઓપ્શન મળશે. કંપનીનો દાવો છે કે કાર એકવાર ફુલ ચાર્જ કરવા પર ૫૦૦ કિલોમીટરથી વધુ ચાલશે. ઇલેક્ટ્રિક જીેંફનું પ્રોડક્શન ફેબ્રુઆરી-૨૦૨૫થી સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં થઈ ચૂક્યું છે. કંપનીએ ઈફને આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા ભારત ગ્લોબલ મોબિલિટી એક્સપો-૨૦૨૫માં રજૂ કરી હતી. કંપનીએ તાજેતરમાં જ ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં આ કારનું ઉત્પાદન શરૂ કર્યું છે, જે ૧૦૦થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.


