ખાટુશ્યામ મંદિર બહાર યુવાન 3 કલાક માટે ભીખારી બન્યો : ભીક્ષાપાત્રમાં રૂા.4500 જમા થયા

ખાટુશ્યામ મંદિર બહાર યુવાન 3 કલાક માટે ભીખારી બન્યો : ભીક્ષાપાત્રમાં રૂા.4500 જમા થયા

(એજન્સી)નવી દિલ્હી, તા.13
હાલમાં સોશિયલ મીડિયા પર એક યુવાન ઇન્ફલુએન્સરનું અનોખું એક્સપેરિમેન્ટ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. આ યુવકે રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટૂ શ્યામ મંદિર બહાર 3 કલાક માટે ભીખારી બનવાની ચેલેન્જ લીધી હતી. જેમાં તે ફાટેલા-જૂના કપડા પહેરી, મેલામેલ ચહેરા સાથે કટોરો લઈને મંદિર બહાર બેઠો અને ભીખ માગવા લાગ્યો. જે પછી માત્ર 3 કલાકમાં જ જ્યારે તેણે કટોરામાં પૈસા ગણ્યા, ત્યારે તેની કમાણી જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. મંદિર બહાર માત્ર 3 કલાક કટોરો પકડીને બેઠા બાદ તેમાં 4500થી વધુ રૂપિયા જમા થઈ ગયા હતા. યુવાને આ આખી ઘટના વીડિયો દ્વારા રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો અને લોકોમાં આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ છે. યુવકે જણાવ્યું કે તે લોકોની માનસિકતા અને મંદિર જેવા ધામિર્ક સ્થળે ભીખ મળવાની શક્યતા જાણવા માંગતો હતો. પહેલા કલાકમાં જ તેના કટોરામાં ઘણાં પૈસા આવવા લાગ્યા. શ્રદ્ધાળુઓ બાબા શ્યામના દર્શન કરવા આવતા હતા અને ઘણા લોકોએ યુવાનને જોઈને સહાનુભૂતિ દર્શાવી.