આગામી ૧પ વર્ષમાં મોટી લશ્કરી મહાસત્તા બનવા ભારતે રોડમેપ તૈયાર કર્યો

આગામી ૧પ વર્ષમાં મોટી લશ્કરી મહાસત્તા બનવા ભારતે રોડમેપ તૈયાર કર્યો
cdn.prod.website-files

(એજન્સી)      નવી દિલ્હી તા.૬: 
દુનિયા અત્યારે ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે રક્તપાત અટકવાનું નામ નથી લઈ રહ્યો અને થોડા મહિના પહેલા જ પહેલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર હતા. આવી સ્થિતિમાં, ભારત માટે વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓની ક્ષમતા હોવી એ માત્ર એક જરૂરિયાત જ નથી પણ મજબૂરી પણ છે. તેને ધ્યાનમાં રાખીને, સંરક્ષણ મંત્રાલયે આગામી ૧૫ વર્ષ માટે તેનો ટેકનોલોજી વિઝન અને ક્ષમતા રોડમેપ રજૂ કર્યો છે. આ રોડમેપ સ્પષ્ટપણે જણાવે છે કે ૨૦૪૦ સુધીમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના કેવી દેખાશે અને તેઓ કયા શસ્ત્રોથી સજ્જ હશે.
ભારતે આગામી ૧૫ વર્ષમાં એક મોટી લશ્કરી મહાસત્તા બનવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. સરકાર ઇચ્છે છે કે સેનાને શક્તિ તેમજ ટેકનોલોજીમાં આગળ રાખવામાં આવે જેથી જો અવકાશમાં યુદ્ધ લડવું પડે તો પણ સેના આગળ રહે. તેના માટે, સંરક્ષણ મંત્રાલય ત્રણેય સેનાઓ, પાણી, જમીન અને આકાશના કાયાકલ્પ પર કામ કરી રહ્યું છે.
રોડમેપ મુજબ, ભારતીય સેના ૧,૮૦૦ નવા ટેન્ક ખરીદશે, જે ઉત્તર અને પશ્ચિમ સરહદો પર તૈનાત હાલના ્-૭૨ ટેન્કોને બદલશે. આ ઉપરાંત, સેનામાં ૩૦૦ થી ૪૦૦ લાઇટ ટેન્કનો પણ સમાવેશ કરવામાં આવશે, જેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કરવામાં આવશે.