આઉટસોર્સીંગ પર પ્રતિબંધ મુકીને ટ્રમ્પ હવે ભારતના આઈટી સેકટરને નિશાન બનાવવાની તૈયારીમાં
ટ્રમ્પની સંભવીત કાર્યવાહીથી ભારતના ટેકનોલોજી ઉદ્યોગને મરણતોલ ફટકો પડશે : રપ૦ અબજ ડોલરનો ટેકનોલોજી સર્વિસ ઉદ્યોગ પડી ભાંગશે
(એજન્સી) વોશિંગ્ટન તા.૬:
ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ નવી દિલ્હી વિરુદ્ધ વધુ એક પગલું ભરવાની તૈયારી કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે અમેરિકન ૈં્ કંપનીઓને ભારતીય કંપનીઓને તેમનું કામ આઉટર્સોસિંગ કરવાથી રોકવાનું વિચારી રહ્યા છે. અમેરિકન જમણેરી કાર્યકર્તા અને ટ્રમ્પના નજીકના સમર્થક લૌરા લૂમરે આ દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં લૂમરે લખ્યું છે કે જેનો અર્થ એ છે કે હવે તમારે અંગ્રેજી માટે ૨ દબાવવાની જરૂર નથી. કોલ સેન્ટરને ફરીથી અમેરિકન બનાવો.
ટ્રમ્પ તેમના અમેરિકા ફસ્ર્ટ એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે. આ વખતે તેમનું લક્ષ્ય ભારતનું ૈં્ ક્ષેત્ર છે. લૌરા લૂમરે દાવો કર્યો છે કે ટ્રમ્પ અને તેમના સલાહકારો અમેરિકન કંપનીઓને ભારતમાં ૈં્ સેવાઓ આઉટસોર્સ કરવાથી પ્રતિબંધ મૂકવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે. ટ્રમ્પનું આ પગલું વૈશ્વિક ટેકનોલોજી બજારોને હચમચાવી શકે છે. આ ભારતના ડોલર ૨૫૦ બિલિયનથી વધુના ટેકનોલોજી સવિર્સ ઉદ્યોગની કરોડરજ્જુ પર સીધો હુમલો હશે.
ટ્રમ્પ દ્વારા આઉટર્સોસિંગ પર પ્રતિબંધ ભારતના ટેકનોલોજી ઉદ્યોગને લકવાગ્રસ્ત કરી શકે છે, જે ૨૫૦ બિલિયનથી વધુનું ક્ષેત્ર છે અને લાખો વ્યાવસાયિકોને રોજગારી આપે છે. અમેરિકા દ્વારા તેને રોકવાથી મોટા પાયે છટણી થઈ શકે છે. ભારતમાં ઇન્ફોસિસ, ્ઝ્રજી અને વિપ્રો જેવી મોટી કંપનીઓ અમેરિકન ગ્રાહકો પાસેથી તેમની આવકનો મોટો હિસ્સો કમાય છે. પ્રતિબંધ લાદવાથી કરાર રાતોરાત સમાપ્ત થઈ શકે છે.


