અમેરીકાના ટેકસાસમાં ભારતીય મુળના વ્યક્તિનું પત્ની અને પુત્ર સામે જ માથુ ધડથી અલગ કરી નાંખ્યું

અમેરીકાના ટેકસાસમાં ભારતીય મુળના વ્યક્તિનું પત્ની અને પુત્ર સામે જ માથુ ધડથી અલગ કરી નાંખ્યું

(એજન્સી)          ટેક્સાસ તા.૧૨
અમેરીકામાં બનેલી એક ઘટનામાં ટેક્સાસના ડલ્લાસમાં ૫૦ વર્ષીય ભારતીય મૂળના ચંદ્રમૌલી નાગમલ્લૈયાની તેમની પત્ની અને પુત્રની સામે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તૂટેલા વોશિંગ મશીનના વિવાદ બાદ ચંદ્રમૌલીનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. ચંદ્રમૌલીએ તેમના સહકાર્યકર ૩૭ વર્ષીય યોર્ડાનિસ કોબોસ-માટિર્નેઝને તૂટેલી વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું ત્યારે ઝઘડો શરૂ થયો. ઝઘડો ટૂંક સમયમાં વધુ વકર્યો, અને માટિર્નેઝે ચંદ્રમૌલી પર અનેકવાર ચાકુથી હુમલો કર્યો. ચંદ્રમૌલી મદદ માટે બૂમો પાડતો મોટેલના ર્પાકિંગમાં દોડી ગયો, પરંતુ યોર્ડાનીસે તેનો પીછો કર્યો અને તેના પર છરી વડે હુમલો કર્યો. મોટેલના ફ્રન્ટ ઓફિસમાં રહેલા ચંદ્રમૌલીની પત્ની અને પુત્ર બહાર આવ્યા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ યોર્ડાનીસે તેમને ધક્કો મારીને દૂર કર્યા. પછી તેણે ચંદ્રમૌલીનું માથું કાપી નાખ્યું હતું.