સાઉદી-પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ કરાર : કોઈ એક દેશ પર થયેલો હુમલો બન્ને દેશ પર થયેલો હુમલો માનવામાં આવશે

સાઉદી-પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ કરાર : કોઈ એક દેશ પર થયેલો હુમલો બન્ને દેશ પર થયેલો હુમલો માનવામાં આવશે
Dawn

(એજન્સી)            રિયાધ તા.૧૮
‘ઓપરેશન સિંદૂર‘માં કારમી હારનો સામનો કર્યા પછી પાકિસ્તાન તેના પાડોશી દેશો પાસેથી ભીગ માગી રહ્યું છે. પાકિસ્તાન પોતાના રક્ષણ માટે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને તુર્કી તરફ વળી રહ્યું છે. દરમિયાન ઇસ્લામિક રાષ્ટ્રના સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ એક દેશ પર હુમલો બીજા દેશ પર હુમલો માનવામાં આવશે.
સાઉદી પ્રેસ એજન્સી અનુસાર, બંને દેશે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ કરાર સુરક્ષા વધારવા અને વિશ્વ શાંતિ સ્થાપિત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ કરાર દ્વારા બંને દેશો વચ્ચે એક ડિફેન્સ કોર્પોરેશન પણ વિકસાવશે.