ડોલર સામે રૂપિયાનું પતન : ૯૦.૧૪ના ઐતિહાસીક નીચા સ્તરે પહોંચ્યો

મોંઘવારી ભડકે બળશે : પેટ્રોલ, દવા, રસાયણ, ક્રુડ, સોનુ, ઈલેકટ્રીક સામાન, મશીન પાર્ટસ, વિદેશ પ્રવાસ, વિદેશમાં અભ્યાસ વધુ મોંઘા બનશે

ડોલર સામે રૂપિયાનું પતન : ૯૦.૧૪ના ઐતિહાસીક નીચા સ્તરે પહોંચ્યો

નવી દિલ્હી, તા.૩: 
ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે ૯૦.૧૪ ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ સતત ત્રીજા દિવસે રૂપિયો નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. કરન્સી નિષ્ણાતોના મતે, વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI) ના ભારે પ્રવાહ, ભારતપ્રઅમેરિકા વેપાર સોદાને લગતી અનિશ્ચિતતા અને મુખ્ય ટેકનીકી સ્તરોથી નીચે સરકવા સહિતના અનેક પરિબળો દ્વારા રૂપિયા પર દબાણ આવી રહ્યું છે.૨૦૨૫માં અત્યાર સુધીમાં રૂપિયો ૫.૧૬% નબળો પડ્યો છે.૨૦૨૫માં અત્યાર સુધીમાં રૂપિયો ૫.૧૬% નબળો પડ્યો છે. ૧ જાન્યુઆરીએ ડોલર સામે રૂપિયો ૮૫.૭૦ હતો અને હવે ૯૦.૦૫ પર પહોંચી ગયો છે.રૂપિયાના ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે આયાત વધુ મોંઘી બનશે. વધુમાં, વિદેશમાં મુસાફરી અને અભ્યાસ પણ વધુ મોંઘો થયો છે.
જ્યારે ડોલર સામે રૂપિયો ૫૦ હતો, ત્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ૫૦ રૂપિયામાં ૧ ડોલર મેળવી શકતા હતા. હવે, વિદ્યાર્થીઓએ ૧ ડોલર માટે ૯૦.૦૫ રૂપિયા ખર્ચવા પડશે. આનાથી ફીથી લઈને વિદ્યાર્થીઓ માટે રહેવા, ખાવા-પીવા અને અન્ય ખર્ચાઓ સુધીની દરેક વસ્તુનો ખર્ચ વધશે.
છેલ્લા કેટલાક સત્રોથી રૂપિયામાં સતત નબળાઈનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે રોકાણકારોની ચિંતા વધી રહી છે. નિષ્ણાતો માને છે કે વૈશ્વિક વાતાવરણ સ્થિર ન થાય અને વેપાર સોદા પર સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે. વધુમાં, મજબૂત થતા યુએસ ડોલર ઉભરતા બજારના ચલણો પર નકારાત્મક અસર કરી રહ્યો છે.