ભારત-પાક. મેચ રદ્દ કરવાની માંગણી સાથે સુપ્રિમ કોર્ટમાં અરજી
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧:
ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી ૧૪ સપ્ટેમ્બરના રોજ દુબઈમાં યોજાનારી એશિયા કપ-૨૦૨૫ની મેચને લઈને વિવાદ તીવ્ર બન્યો છે. પુણેના નિવાસી અને સામાજિક કાર્યકર કેતન
તિરોકદારે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે, જેમાં તાજેતરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં
આવેલા પેહલગામ આતંકી હુમલાના પછી આ મેચ
રમાવવાનો વિરોધ કરવામાં
આવ્યો છે. કેતન તિરોકદારેનું
કહેવું છે કે આ મેચ ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧નું ઉલ્લંઘન કરે છે, જેમાં
નાગરિકોને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ વિવાદે ક્રિકેટ અને રાષ્ટ્રીય ભાવના વચ્ચેના તણાવને રેખાંકિત કર્યો છે.
કેતન તિરોકદારે તેમની યાચિકામાં દાવો કર્યો છે કે પેહલગામમાં પાકિસ્તાન સર્મથિત આતંકવાદીઓના હુમલામાં ભારતીય સૈનિકો અને નાગરિકોના જીવનનું નુકસાન થયું છે.
આવી પરિસ્થિતિમાં મ્ઝ્રઝ્રૈં
દ્વારા મેચ યોજવાનો ર્નિણય દેશ, સશસ્ત્ર દળો અને સામાન્ય નાગરિકોના હિત વિરુદ્ધ છે. યાચિકામાં કહેવામાં આવ્યું
છે, આ મેચ રમવી એટલે
આપણે પોતાના જવાનો અને નાગરિકોની દુ:ખદ ઘટનાઓની ચિંતા કરતાં નથી. આ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન છે અને દેશવિરોધી સંદેશ આપે છે. અનુચ્છેદ ૨૧ હેઠળ માન-મર્યાદા સાથે જીવવાનો, જીવનોપાર્જનનો અને સ્વસ્થ વાતાવરણનો અધિકારનું ઉલ્લેખ કરતાં યાચિકાકારે મેચને જીવન અધિકારના ઉલ્લંઘન તરીકે ગણાવ્યું છે.


