રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ભીષણ હુમલો કર્યો
(એજન્સી) મોસ્કો, તા.૨૭
રશિયા-યુક્રેન યુધ્ધ રોકવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભરચક્ક પ્રયાસો વચ્ચે પણ વધુને વધુ ભયાનક આક્રમણ થવા લાગ્યા છે. યુધ્ધ વિરામ મામલે ટ્રમ્પ અને યુક્રેન વડા ઝેલેન્સકીની બેઠક પૂર્વે જ આજે રશિયાએ યુક્રેનના પાટનગર કીવ પર ભીષણ હુમલો કર્યો હતો. વ્યાપક નુકશાની વચ્ચે સંખ્યાબંધ ભાગોમાં અંધારપટ છવાયો હતો. રશિયાએ આજે યુક્રેનના પાટનગર કીવ પર ભયાનક હુમલો કરતા ઠેકઠેકાણે પ્રચંડ વિસ્ફોટ સંભળાયા હતા. યુક્રેનની એરડીફેન્સ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. મિસાઇલોને નાકામ કરાયાનો દાવો કરવામાં આવ્યો છે.


