જનરલ એન.એસ. રાજાસુબ્રમણીની દેશના નવા સીડીએસ તરીકે વરણી
નવી દિલ્હી તા.09
ભારતીય સૈન્યના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે લેફ.જનરલ એન.એસ. રાજા સુબ્રમણીની નિયુક્તિ થઈ છે. સૈન્ય સેવામાંથી નિવૃત થયેલા રાજા સુબ્રમણી આગામી તા.30 મેના નિવૃત થઈ રહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લેશે. સીડીએસનું પદ સેનામાં સર્વોચ્ચ છે. તે ભૂમિદળ-હવાઈદળ-નૌકાદળના સંયુક્ત કમાન્ડર ગણાય છે.
લેફ. જનરલ રાજા સુબ્રમણી પાસે સેનામાં લાંબો અનુભવ છે. તેઓને પરમ વિશિષ્ઠ સેવા મંડળ અતિ વિશિષ્ઠ સેવા મંડળ તથા વિશિષ્ઠ સેવા મંડળ મળ્યા છે તથા તેમાં સપ્ટે 2025ની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેકટેરીએટમાં સૈન્ય સલાહકારના દરજજે સેવા આપે છે તથા ભારતીય ભૂમિદળને વાઈસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તથા સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડ-ઈન-ચીફની ફરજ પણ બજાવી છે.
બીજી તરફ ભારતીય નૌકાદળને પણ નવા વડા મળ્યા છે. હાલના નૌકાદળ વડા એડમીરલ દિનેશકુમાર ત્રિપાઠી તા.31 મેના નિવૃત થઈ રહ્યા છે તેના સ્થાને હાલ મુંબઈમાં વેસ્ટર્ન કમાન્ડના ફલેગ ઓફિસર, કમાન્ડ-ઈન-ચીફની ફરજ બજાવી રહેલા વાઈસ એડમીરલ કૃષ્ણ સ્વામીનાથન નૌકાદળના નવા વડા બનશે.


