આગામી ટૂંક સમયમાં ગુજરાતમાં કેન્યાથી ચિત્તા લાવવામાં આવશે : કચ્છનું બન્ની બનશે નવું સરનામું
નવી દિલ્હી,તા.9
ગુજરાતમાં ટૂંક સમયમાં ચિત્તાનું આગમન થશે. ત્યારબાદ રાજ્યમાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેયની હાજરી જોવા મળશે. રાજ્યમાં ચિત્તાને લાવવા નેશનલ ટઈગલ કન્ઝર્વેશન ઓથોરિટીએ મંજૂરી આપી છે. કચ્છના બન્ની વિસ્તારમાં ચાર ચિત્તાને લાવવા લીલી ઝંડી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારના અંતિમ ર્નિણય બાદ બે નર અને બે માદા ચિત્તા જુલાઈ અથવા ઓગસ્ટમાં આવી પહોંચશે. આ પગલાને વન્યજીવનની એક સીમાચિરૂપ ઘટના તરીકે જોવામાં આવે છે. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક પછી ગુજરાતને ચિત્તાઓનું બીજું ઘર બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ આગમનના એક વર્ષમાં કુલ 12 ચિત્તાઓને બન્નીમાં લાવવાનું આયોજન છે, જે મહત્વાકાંક્ષી પુન: વસવાટ પ્રયાસો માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. રાજ્યના વન વિભાગ દ્વારા ચિત્તાના આગમનને લઈ યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રહ્યું છે. એક ટીમે તાજેતરમાં બન્નીમાં બે દિવસ વિતાવીને વસવાટની યોગ્યતા, એન્ક્લોઝરની તૈયારી, પશુચિકિત્સા વ્યવસ્થા અને પ્રાણીઓના આગમન માટેની લોજાસ્ટિિક્સની સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના આગમનની તારીખ નક્કી કરશે. થોડા જ દિવસોમાં રાજ્યમાં ચિત્તા આવી પહોંચશે તેવી અમને આશા છે.


