રેપિડો દ્વારા સમાજ સેવાના ઉદેશ સાથે જનરલ હોસ્પીટલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન
જૂનાગઢ, તા.૯
રેપિડો (Rapido) દ્વારા સમાજ સેવા અને માનવતાના ઉત્તમ ઉદ્દેશ સાથે GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રેપિડોના કેપ્ટન્સ તેમજ સ્થાનિક યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો અને અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં જરૂરી બ્લડની ઉપલબ્ધતા વધારવાનો અને લોકોને રક્તદાન પ્રત્યે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમ્યાન હોસ્પિટલ સ્ટાફ અને ઉપસ્થિત મહાનુભાવોએ રેપિડોની આ સામાજિક પહેલની પ્રશંસા કરી હતી. રેપિડો દ્વારા ભવિષ્યમાં પણ આવી સામાજિક અને જનહિતની પ્રવૃત્તિઓ સતત કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.


