ટ્રેડ યુનિયનો, સંયુક્ત મંચ ગુજરાત કીસાન સંઘર્ષ સમિતિ દ્વારા રાષ્ટ્ર વ્યાપી હડતાલના સમર્થનમાં સેન્ટર ટ્રેડ યુનિયન સીટુ અને ડાબેરી સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૩
જૂનાગઢ શહેરમાં આવેલ ટ્રેડ યુનિયનો ડાબેરી, સંગઠનો, કિસાન સંઘર્ષ સમિતિ, સેન્ટર દ્વારા ગઈકાલે સરકારની નીતિઓના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં રાજના મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સંબોધીને રજુઆત કરવામાં આવેલ હતી. આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં (૧) મઝદુર વિરોધી ચાર લેબર રદ કરો (૨) તમામ મઝદુરનુ લઘુત્તમ વેતન રૂા.૨૬૦૦૦/-- કરો. (૩) જનતા વિરોધી ખતરનાક નવો વિજ કાયદો રદ કરો. (૪) મનરેગા યોજના ફરી લાગુ કરો. (૫) આંગણવાડી-આશા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને સરકારી કર્મચારીનો દરજ્જો આપો. (૬) જુની પેન્શન યોજના ચાલુ કરો. (૭) મઝદુર કિસાન અને કર્મચારી જન વિરોધી નિતિઓ પાછી ખેંચો. (૮) મોંઘવારી પર રોક લગાઓ. (૯) વિમા ક્ષેત્ર ૧૦૦/ એફ.ડી.આઈ.ને મંજુર આપવાનો ર્નિણય પાછો ખેંચો. (૧૦) એલ. આઈ. સી. ના શેરો વિનિવેશ બંધ કરવો. (૧૧) ઈ.પી.એ. પેન્શન ધારકોને માસિક રૂા.૧૦,૦૦૦/- આપો. (૧૨) ખેડુત ખેત મઝદુરોને માસીક પેન્શન રૂા.૧૦,૦૦૦/ કરવામાં આવે વગેરે માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્ર આપતી વખતે બટુકભાઈ મકવાણા, જીસાન એડવોકેટ, નિલોફર સુમરા, બશીરૂદીન અન્સારી, મેરામણ ઓડેદરા, સમજુ ભાઇ સોલંકી, પ્રફુલભાઈ કાલરીયા, મનોજભાઈ ભટ્ટ, સલીમભાઈ ઠેબા, આયશાબેન કાઠી, હિતેશ મહેતા, દેવસીભાઈ ચાવડા, ફિરોઝ ભાઇ શેખ, કમલેશ આચાર્ય, હરેશ સીંગાળીયા, દીલીપ મળવર, અશ્વિન ભટ્ટ વિગેરે હાજર રહ્યા હતા.


