પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ શ્રી કષ્ટભંજનદેવ દાદાને શીશ ઝુકાવી કર્યા દર્શન અને પૂજન અર્ચન કરી ધજા ચઢાવી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે આજે તારીખ ૧૩-૨-૨૦૨૬, શુક્રવાર અનેએકાદશીના પવિત્ર અવસરે શ્રીકષ્ટભંજનદેવ દાદાને અત્યંત દિવ્ય અને મનમોહક વાઘાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે ૫:૪૫ કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી હતી. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સાળંગપુરધામની મુલાકાત લીધી હતી. જીતુભાઈ વાઘાણીએ શ્રીકષ્ટભંજનદેવ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ દાદાની પૂજા-અર્ચના કરી મંદિરના શિખર પરધજાચઢાવીને ધન્યતા અનુભવી હતી.સાળંગપુર મંદિરનાકોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા)એ જીતુભાઈ વાઘાણીને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધીને મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા.


