માંગરોળ : શ્રી જલારામ મંદિરે રામનવમી નિમિતે મહાઆરતી તેમજ સમૂહ ફરાળ મહાપ્રસાદનો કાર્યક્રમ સંપન્ન
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.ર૮
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા માંગરોળના શ્રી જલારામ મંદિર દ્વારા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનો જન્મોત્વસ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. રામનવમી અંતર્ગત રામનવમીના પાવન પર્વ નિમિતે બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ, મહાઆરતી તથા બપોરે ફરાળ મહાપ્રસાદનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું હતું. મહા આરતી અને ફરાળ મહાપ્રસાદનો ખુબજ બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આજના સમયમા મોંઘવારીના જમાનામા સામાન્ય લોકોને ના પરવડે તે રીતે આંખોની સારવાર અને ઓપરેશન થાય છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શ્રી જલારામ મંદિર ખાતે ૧૭ વર્ષથી દર મહિનાની ૩ તારીખના રોજ જલારામ મંદિર ટ્રસ્ટના સહયોગથી માંગરોળ તાલુકાના લોકોને વિના મૂલ્યે સારવાર ઓપરેશન અને નિદાન થઈ જાય તે માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


