તાલાળાનાં વાડલા ગીર ગામે લટાર મારતા વનરાજાે
ગીર સોમનાથ તા. ૩૦
ગીર સોમનાથ જીલ્લાનાં તાલાળા તાલુકાનાં વાડલા ગીર ગામે વનરાજાે જાેવા મળ્યા છે. વાડલા ગામેથી વાડી વિસ્તારમાં જતા રસ્તા ઉપર ૩ સિંહ જાેવા મળ્યા હતાં. ગઈકાલે રાત્રીનાં સમયે કાર સામે અચાનક ૩ સિંહ આવી ચડયા હતાં. આ સિંહોને જાેઈ કાર ચાલકે તાત્કાલીક કાર રસ્તા ઉપર જ રોકી દીધી હતી. દરમ્યાન થોડો સમય આ સિંહો રસ્તા પર રહયા હતાં અને બાદમાં જંગલ તરફ વળી ગયા હતાં.


