સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેકટ અંતર્ગત કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષસ્થાને ગર્વનિંગ બોડીની બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૦
સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરી જૂનાગઢ અંતર્ગત કલેકટર કચેરી, સભાખંડ હોલ ખાતે કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષસ્થાને ગર્વનિંગ બોડીની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરૂ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોકભાઈ વાણવી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રણવીરભાઈ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વંથલી સુરભીબેન પાઘડાર, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક બલદેવભાઈપરી, પીએમ શ્રી ધંધુસર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ધીરૂભાઈ દાસા વગેરે ગર્વનિંગ બોડીની બેઠકના કમિટીના સભ્યોએ હાજરી આપી હતી. આ બેઠકમાં સમગ્ર શિક્ષા જિલ્લા કચેરીના તમામ મદદનીશ જિલ્લા કો. ઓર્ડીનેટરઓ હાજર રહીને પોતાની શાખાને લગતી સમગ્ર શિક્ષાની વિવિધ યોજનાઓની તલસ્પર્શી વિગતવાર માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરેલ હતી અને અધ્યક્ષને તમામ બાબતોથી અવગત કરવામાં આવેલા હતા. આ તકે જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાએ બાળકકેન્દ્રી સરકારની શિક્ષણની વિવિધ યોજનાઓથી જૂનાગઢ જિલ્લાના છેવાડાના બાળકો સુધી સરળતાથી અને ત્વરિત રીતે લાભાન્વિત કરાવી શકાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું. આ સમગ્ર બેઠકનું આયોજન જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું.


