જૂનાગઢ એન.બી. કાંબલીયા વિદ્યાલયના શિક્ષક વિરાભાઈ રાવલીયાનો નિવૃતી વિદાય સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩
જૂનાગઢની એન.બી. કાંબલીયા વિદ્યાલયના આદર્શ શિક્ષક વિરાભાઈ એ. રાવલીયા વય મર્યાદાના કારણે નિવૃત થતા તેનો વિદાય સમારંભ વંથલીરોડ પર આવેલ ગિરીરાજ હોટલ ખાતે આચાર્ય કુસુમબેન બારીયા અને નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી હમીરભાઈ રાવલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન નાલંદા વિદ્યાલયના આચાર્ય વી.એમ. સોસાએ કર્યું હતું અને જણાવ્યું હતું કે, વિરાભાઈએ ૧૯ વર્ષ સુધી નાલંદા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવી અને ત્યાંથી અન્ય શાળામાં ફરજ બજાવી નાલંદામાં ફરી આવ્યા અને ત્યારબાદ ફરીથી ફાજલ થવાની પરિસ્થિતિ સર્જાતા કાંબલીયા વિદ્યાલયમાં મુકાયા અને નાલંદાથી લઈ કાંબલીયા સુધી તેમની કર્મયાત્રા નોંધપાત્ર રહી છે. કાંબલીયા વિદ્યાલયનો સ્ટાફ દ્વારા વિરાભાઈનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી વિદાય આપેલ તેમજ તમામ સ્ટાફે મોમેન્ટો આપી નિવર્તીની શુભેચ્છા પાઠવી હતી.


