જૂનાગઢમાં પ્રથમ વખત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ઘોડેસવારીની તાલીમ શરૂ
જૂનાગઢ તા. ૪
જૂનાગઢ શિક્ષણ જગતમાં નવો ઇતિહાસ રચતા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત શાળા કક્ષાએ ઘોડેસવારી (Horse Riding)ની તાલીમ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ ખાસ જણાવવાનું કે જૂનાગઢ ખાતે એકમાત્ર ઘોડેસવારી શીખવતી સ્કૂલ બની છે. શાળાના મેનેજમેન્ટનો હેતુ માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં હિંમત, આત્મવિશ્વાસ, શારીરિક સંતુલન અને નેતૃત્વના ગુણો વિકસાવવાનો છે. આ માટે પ્રોફેશનલ ટ્રેનર અને સંપૂર્ણ સલામતી સાથે બાળકોને ધોડેસવારી જેવી રોયલ અને સાહસિક રમત હવે જૂનાગઢના બાળકોને પોતાની શાળામાં જ શીખવા મળશે.” આ નવીન પ્રવૃત્તિને વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ ઉત્સાહભેર આવકાર મળી રહ્યો છે.


