સરકારી જીલ્લા પુસ્તકાલય જૂનાગઢ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

સરકારી જીલ્લા પુસ્તકાલય જૂનાગઢ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

જૂનાગઢ, તા.૩૦
પવિત્ર અને સંસ્કાર શોભર વાતાવરણમાં સરકારી જિલ્લા પુસ્તકાલય જુનાગઢ દ્વારા ભારતીય સંસ્કૃતિના અત્યંત મહત્વપૂર્ણ અને શ્રદ્ધાના પ્રતીક સમાન પર્વ ગુરૂપૂર્ણિમાની ઉત્સાહભેર અને ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમે પુસ્તકાલયના પ્રાગરણને જ્ઞાન ભક્તિ અને સંસ્કારના ત્રિવેણી સંગમમાં ફેરવી દીધું હતું, પુસ્તકોના પવિત્ર ધામ સમાન ગ્રંથાલયમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતા આ મહોત્સવમાં જુનાગઢ શહેરના અનેક અગ્રણીઓ સાહિત્ય પ્રેમીઓ વિદ્યાર્થીઓ વાચકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના ભવ્ય મહોત્સવમાં ભારતીય સંત પરંપરાના ઉત્તમ સમાન અને આધ્યાત્મિક ઊર્જાના કેન્દ્ર સમાન ગુરૂ મુક્તાનંદબાપુ ચાપરડાના સુપ્રસિદ્ધ શિષ્ય ગુરૂ રામેશ્વરબાપુ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમની ઉપસ્થિતિ એ સમગ્ર કાર્યક્રમને અલૌકિક અને આધ્યાત્મિક સ્પષ્ટ પૂરો પાડ્યો હતો કાર્યક્રમનો પ્રારંભ ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય અને ગુરૂ વંદનાથી કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મા સરસ્વતીની મૂર્તિ સમક્ષ દીપપ્રાગટ્ય કરી જ્ઞાનના પ્રકાશને ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. પુસ્તકાલયનું વાતાવરણ વૈદિક મંત્રોચ્ચાર અને ગુરુભક્તિના સુરોથી ગુંજી ઉઠ્યું હતું અને કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાન ગુરૂશ્રી રામેશ્વરબાપુ તથા અન્ય મહાનુભાવોનો પુસ્તક અર્પણ કરી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં શાંતિ પાઠ અને રાષ્ટ્રગીત સાથે આલોકીકરા ગુરુપૂર્ણિમા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સચોટ ઓજસવી અને પ્રભાવશાળી સંચાલન પારૂલબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની મધુર વાણી અને કુશળતાથી સમગ્ર કાર્યક્રમને ખૂબ જ રસપ્રદ અને શિષ્ટબંધ રીતે આગળ ધપાવી હતો વક્તાઓને આમંત્રિત કરવાથી લઈને આભાર વિધિ સુધીની તમામ કડીઓને તેમણે ખૂબ જ સુંદરતાથી જાેડી હતી સરકારી જિલ્લા પુસ્તકાલાને કાર્યક્ષમ ગ્રંથપાલ પી. જી.મહીડા સાહેબના માર્ગદર્શન અને સચોટ આયોજન હેઠળ આ કાર્યક્રમનું આયોજન અતિ સફળ રહ્યું હતું. મહિડાના ઉત્સાહ અને પ્રેરણા ને કારણે પુસ્તકાલય માત્ર પુસ્તકોના આધારપ્રદાનો કેન્દ્ર ન રહેતા સામાજિક અને સાંસ્કૃતિક ચેતનાનું ધામ બન્યું છે જેની પ્રશંસા ઉપસ્થિત તમામ મહાનુભાવો એ કરી હતી.