જૂનાગઢ મનપાનાં શાસકોની ભ્રષ્ટ અને અણઘડ નિતીથી લોકો ત્રાહીમામ

શહેરીજનોને રસ્તા સહીતની પ્રાથમિક સુવિધા પુરી પાડવી નથી અને ખોટા ખર્ચાનાં શાસકોનાં ખેલ સામે વિપક્ષનો વિરોધ

જૂનાગઢ મનપાનાં શાસકોની ભ્રષ્ટ અને અણઘડ નિતીથી લોકો ત્રાહીમામ

જૂનાગઢ તા. ૪
જૂનાગઢ શહેરમાં અંદાજીત રૂા. ર૭૦ કરોડનાં સીમેન્ટ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અને તેમાંથી મોટાભાગનાં રસ્તાઓ સીમેન્ટનાં જ બની રહયા છે. દરમ્યાન ગઈકાલે સ્ટેન્ડીંગ કમીટીની મળેલી બેઠકમાં શહેરમાં રસ્તાઓ ઉપરના ખાડા બુરવા માટેનું મશીન લેવામાં આવશે. અને અંદાજીત રૂા. ર કરોડનાં ખર્ચે આ નવુ મશીન ખરીદવાની તૈયારીઓ ચાલી રહી છે. અને તે અંગેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવનાર છે. અગાઉ પણ રસ્તા બનાવવા માટે ભારે ખર્ચ કરી મશીન વસાવવામાં આવ્યું હતું. અને આ મશીનનો કોઈ જ ઉપયોગ થયો નથી અને ધુળ ખાતુ પડી રહયું છે ત્યારે હવે ખાડા બુરવા માટે પણ મશીન પાછળ કરોડોનાં આંધણ સામે વિરોધ તેમજ મનપાનાં શાસકોની દલાતરવાડી જેવી નિતીની સામે ભારે રોષ ઉઠવા પામેલ છે.
જૂનાગઢ મનપાની સ્થાયી સમીતીની ગઈકાલે બેઠક મળી હતી. જેમાં કરોડો રૂપિયાનાં કામોનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો હતો. ૧૯ મુદાનાં એજન્ડામાં નવી નવી યોજનાઓ પાછળ રકમ ફાળવવામાં આવી હતી. મનપાનાં શાસકોની કામગીરી કરવાની પધ્ધતિ સામે જનતામાંથી રોષ જાેવા મળી રહયો છે. તો બીજી તરફ નવા નવા ગતકડા કાઢવાનાં કામોને લઈને પણ ટીકા-ટીપ્પણીઓ થઈ રહી છે. લોકો વ્યંગમાં કહી રહયા છે કે જૂનાગઢ શહેરનાં રસ્તાઓમાં ખાડા બુરવાનું શાસકોને સુજતું નથી અને નવા કામો માટે કરોડોની રકમ ફાળવી દેવાનાં તખલઘી નિર્ણયો સામે ભારે રોષ વ્યાપેલ છે. જૂનાગઢ શહેરમાં ખાડા બુરવા માટે રૂા. ર કરોડનાં ખર્ચે જેટ પેચર મશીન ભાડે લેવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. એક તરફ શહેરમાં નવા રસ્તા બનાવવાનું શરૂ છે જે પાંચ વર્ષની ગેરંટી પિરીયડવાળા બની રહયા છે. ત્યારે ખાડા બુરવા માટે રૂા. ર કરોડનાં મશીનની શું જરૂર પડે ? તેવો સવાલ પણ ઉઠવા પામેલ છે. આ ઉપરાંત કરોડોનાં ખર્ચે ૩-ડી અને ર-ડી વોલ પેન્ટીંગ કરવાનો ખર્ચ મંજુર કરવામાં આવેલ છે. અગાઉ પીકયુસી મશીન નકામુ સાબીત થયું છે. અને ફરીવાર રૂા. ર કરોડનું ભાડાનું મશીન રસ્તા સરખા કરવા પાછળ ખર્ચી નાખવા તેમજ દિવાલો રંગવા પાછળ અઢળક ખર્ચ કરવામાં આવનાર હોય જેની સામે પણ વિરોધ ઉઠવા પામેલ છે.
જૂનાગઢ મનપાનાં શાસકોની અણઆવડતનો ભોગ જનતા બની રહી છે. આજે શહેરમાં જયાં જુઓ ત્યાં અધુરા રસ્તા, તુટેલા રસ્તા કે નવા બનાવેલા રોડમાં પણ ખાડા જાેવા મળે છે. નવો બનેલો રોડ કાર્યરત થયાનાં ગણતરીનાં દિવસોમાં જ કોઈ કામગીરી સબબ તોડી નાખવામાં આવે અને તેમાં પણ પરસ્પર વિભાગનાં સંકલનનાં અભાવને કારણે જનતા પારાવાર અનેક મુશ્કેલીઓ ભોગવી રહી છે. જૂનાગઢની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવાનાં બદલે માત્ર જે તે એજન્સીઓ અને કન્સ્ટલનોને તેમજ કોન્ટ્રાકટરોને લાભ થાય તેવા કામો કરવામાં આવતા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ મનપાનાં ભાજપનાં શાસકોને પ્રજાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે સારો રસ્તો, પીવાનું શુધ્ધ પાણી, ભુગર્ભ ગટર અને સફાઈ આપવામાં કોઈ રસ નથી. કરોડો રૂપિયાની નવી ઈમારતો, પ્લાન્ટો પાછળ પૈસાનો ધુમાડો કરવામાં આવી રહયો છે. ત્યારે ખોટા ખર્ચાઓ તથા જનતા પર દંડનો બોજ તાત્કાલીક પાછો ખેંચી લેવો જાેઈએ તેવી પણ મનપાનાં વિપક્ષ કોંગ્રેસનાં નેતા લલીત પણસારાએ માંગણી કરી છે. જૂનાગઢનાં એકપણ રસ્તા ખાડા વગરનાં નથી ત્યાં હવે આઈકોનીક રસ્તા બનાવવા માટેની તૈયારી શાસકો કરી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોટાભાગનાં રસ્તા સીમેન્ટ બનાવવા માટેનો આદેશ કર્યો હોય અને જેને લઈને જૂનાગઢમાં પણ સીમેન્ટનાં જ રસ્તા બની રહયા છે. તેમ છતાં ખાડા બુરી શકે તેવું રૂા. ર કરોડનું મશીન વસાવવાનું નકકી કરવામાં આવેલ છે. આ મશીન ફકત ડામર રોડનાં ખાડા બુરવામાં જ કામ આવશે. સીમેન્ટ રોડમાં નહી ચાલે તો આ મશીન વસાવવાનો કોઈ હેતુ જ સરતો નથી તેવું પણ ચર્ચાય રહયું છે.