દેશમાં ૩ કરોડ ઘુષણખોરો હોવાનાં ભાજપનાં દાવાથી સનસનાટી

દેશમાં ૩ કરોડ ઘુષણખોરો હોવાનાં ભાજપનાં દાવાથી સનસનાટી

નવી દિલ્હી,તા.૪
દેશમાં ૩ કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાના કેન્દ્રીય ગૃહમંત્રી શાહના દાવા બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદન સામે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ વળતો પ્રહાર કરતા પૂછ્યું છે કે, જાે ખરેખર દેશમાં આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરો હાજર છે, તો કેન્દ્ર સરકારે અત્યાર સુધી તેમની સામે શું પગલાં લીધાં છે ? બીજી તરફ ભાજપ અને તેના સહયોગી પક્ષોએ આક્ષેપ કર્યો છે કે વિપક્ષ વોટબેંક સાચવવા ગેરકાયદે વસાહતીઓને બચાવવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન જેવી પ્રક્રિયાઓનો વિરોધ કરી રહ્યો છે.