કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો ગીર સોમનાથ અને જુનાગઢની મુખ્યમંત્રી લેશે મુલાકાત 

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો ગીર સોમનાથ અને જુનાગઢની મુખ્યમંત્રી લેશે મુલાકાત 
ABP News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે જિલ્લાઓના ગામોની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ અને જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા કરશે.

મુખ્યમંત્રી સાથે ગીર સોમનાથના કડવાસણ ગામની મુલાકાતમાં મંત્રીઓ અર્જુન મોઢવાડિયા અને  ડૉ.પ્રદ્યુમન વાજા જયારે જુનાગઢના પાણીદ્રા ગામની મુલાકાતમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ જોડાશે.