આઈ.સી.ડી.એસ. કચેરી ભેંસાણ દ્વારા પોષણ માસની ઉજવણી અન્વયે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
મિલેટસ અને ટી.એચ.આર.ના ઉપયોગ અને ફાયદા વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા
જૂનાગઢ, તા.૧૭,
જૂનાગઢ જિલ્લામાં તારીખ ૧૭-૦૯-૨૦૨૫ ના રોજ પોષણ ઉત્સવ- ૨૦૨૫ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન આઈ.સી.ડી.એસ. કચેરી ભેંસાણ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મિલેટસ અને ટી.એચ.આર ના પેકેટમાંથી બાળકો, કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે જરૂરી પ્રોટીન અને પોષકતત્વ યુક્ત આહાર મળી રહે તેવ ઉમદા હેતુથી ટેક હોમ રાશન એટલે કે માતૃશક્તિ, પુર્ણા શક્તિ અને બાલ શક્તિના પેકેટસ, મિલેટસ/ શ્રીઅન્ન જેવા કે બાજરી, જુવાર,રાગી જેવા ધાન્યોમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવાની સ્પર્ધા અને તેનું નિદર્શન રાખવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આ મિલેટસ અને ટી.એચ.આર.ના ઉપયોગ અને ફાયદા વિશે આવેલા લાભાર્થીઓ, કિશોરીઓ અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ વાનગી બનાવનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક આપીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


