જુનાગઢ જિલ્લાના તરશિંગડા ગામની માધ્યમિક શાળામાં સ્વયમ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

જુનાગઢ જિલ્લાના તરશિંગડા ગામની માધ્યમિક શાળામાં સ્વયમ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

સમગ્ર ભારતમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે શ્રી વિનય વિદ્યા મંદિર - તરશિંગડા માં પણ સ્વયમ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના સભામાં શિક્ષક દિન વિશે ગીત, વક્તવ્ય, જાણવાજેવું રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ કુલ 12 વિદ્યાર્થીઓએ શિક્ષક બની વિવિધ વિષયોનું શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. અને શાળાનાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણકાર્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રથમ સ્થાને હમીરાણી સંજરીબેન દ્વિતીય સ્થાને દયાતર જીયાબેન તથા તૃતીય સ્થાને ભુવા ખુશીબેનનો નંબર આવ્યો હતો. સ્વયમ શિક્ષક દિનમાં ભાગ લેનાર બધાજ વિદ્યાર્થીઓને પેન ભેટમાં આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.