દેશના કરોડો કામદારો-મજુરોને પેન્શન મળશે : સરકાર નવી યોજના લાવી
નવી દિલ્હી,તા.9
દેશના કરોડો મજૂરો માટે ખુશખબરી છે. દૈનિક વેતન કામદારોને પણ પગારદાર વ્યક્તિઓની જેમ નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થામાં પેન્શનની સુવિધા આપવામાં આવશે. આ કોઈ સપનું નથી, પરંતુ હકીકત બની ચૂક્યું છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDAએ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ખાસ NPS સંચય યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કરોડો કામદારોને સામેલ કરવામાં આવ્યા છે અને તેમને પેન્શનનો ફાયદો પણ મળશે.
PFRDAના અનુસાર, દેશના લગભગ 90 ટકા કામદારો આજે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. દૈનિક વેતન મજૂરો, નાના દુકાનદારો, ગિગ કામદારો, ઘરકામ કરનારાઓ અને પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન જેવા કારીગરો આવે છે. હાલ આ લોકોને કોઈપણ પ્રકારનો ઔપચારિક પેન્શનનો ફાયદો મળતો નથી. જેથી PFRDAએ આ કામદારોને સામાજિત સુરક્ષા આપવા માટે NPS સંચય યોજના શરૂ કરી છે. આમાં રોકાણની મર્યાદા ઓછી અને સરળ રાખવામાં આવી છે, જેથી ઓછી આવકવાળા લોકો પણ આમાં સામેલ થઈ શકે. NPS જેવી જ હશે આ સ્કીમ- PFRDAનું કહેવું છે કે, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રો માટે લોન્ચ થયેલી આ સ્કીમની શરત અને નિયમો જૂની NPSની જેમ જ હશે. પરંતુ તેનો ઉદ્દેશ જાટિલતાઓ વિશે શ્રમિકોને જાગૃત કરવા અને કોઈ ઝંઝટ વિના સેવાનિવૃતિ પર પેન્શનનો લાભ અપાવવાનો છે. આ યોજના આ કામદારોને સલાહના અભાવ છતાં રોકાણ અને વળતરનો લાભ મેળવવા સક્ષમ બનાવશે., જે તેમની સામાજિક સુરક્ષાને મજબૂત બનાવશે. આ યોજનામાં આંશિક ઉપાડની પણ તક આપવામાં આવશે.


