જીયોનો આઈપીઓ આજે ખુલતાવેંત ૩પ મિનિટમાં જ ભરાઈ ગયો

ગ્રે માર્કેટમાં ભારે ધુમ : ૧ શેર પર રૂા.રપ૦ થી વધુનો નફો : જેને લાગશે તેને બખ્ખા થઈ જશે

જીયોનો આઈપીઓ આજે ખુલતાવેંત ૩પ મિનિટમાં જ ભરાઈ ગયો

મુંબઈ તા.ર૧
જિયો પ્લેટફોર્મ્સના ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ને બિડિંગના પહેલા દિવસે જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. જેમાં ઇશ્યુ ખુલ્યાની ૩૫ મિનિટની અંદર જ તે ફુલ્લી સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, સવારે ૧૦:૩૫ વાગ્યા સુધી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત હિસ્સો ૩.૨૫ ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી તેમના ગ્રુપનો આ IPO લાંબા સમય બાદ આવી રહ્યો છે. વર્ષ ૨૦૦૮ પછી રિલાયન્સ ગ્રુપની કોઈ કંપની પ્રાઇમરી માર્કેટમાં IPO લાવીને શેરબજારમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. IPOને એન્કર રોકાણકારોનો પણ જોરદાર પ્રતિસાદ મળ્યો છે. સોમવારે એન્કર રોકાણકારોએ તેને ૩૦ ગણો બુક કર્યો અને માત્ર ૮૧૧૦ કરોડ રૂપિયાના શેરના બદલામાં એન્કર રોકાણકારોએ ૨.૫ લાખ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
મુકેશ અંબાણીની કંપની જિયો પ્લેટફોર્મ્સનો IPO૧૯ ઓક્ટોબરે એન્કર ઇન્વેસ્ટર્સ માટે ખુલ્યો હતો, જ્યારે રિટેલ રોકાણકારો માટે આજે ખુલ્યો છે. તેમાં ત્રણ દિવસ એટલે કે ૨૩ ઓક્ટોબર સુધી બોલી લગાવી શકાશે. IPOનું કદ ૩૦,૨૧૩ કરોડ રૂપિયા છે અને ઇશ્યૂના કદ પ્રમાણે આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. તેની પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો તે પ્રતિ ઇક્વિટી શેર ૧૦૬૫-૧૧૧૯ રૂપિયા છે.