ર૦ર૬ સુધીમાં સેન્સેકસ ૯૪૦૦૦ને સ્પર્શી જશે
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫:
HSBC એ ભારતીય શેરબજાર પર તેના દૃષ્ટિકોણમાં સુધારો કર્યો છે. તેણે ભારતને ‘તટસ્થ‘ થી ‘ઓવરવેઇટ‘ માં અપગે્રડ કર્યું છે. ૐજીમ્ઝ્ર નો અંદાજ છે કે, વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં સેન્સેક્સ ૯૪,૦૦૦ સુધી પહોંચશે. HSBC કહે છે કે, આ ફેરફાર સુધારેલા બજાર મૂલ્યાંકન, સકારાત્મક સરકારી નીતિઓ અને સ્થાનિક રોકાણકારોની સતત ભાગીદારીને કારણે છે. કંપનીએ સેન્સેક્સ માટે ૯૪,૦૦૦ નું લક્ષ્ય રાખ્યું છે, જે વર્તમાન સ્તરોથી ૧૩ ટકા થી વધુ સંભવિત ઉછાળો સૂચવે છે. મળતી માહિતી અનુસાર, આ HSBC ના એશિયા-કેન્દ્રિત ઇક્વિટી અભિગમમાં એક મોટો ફેરફાર દર્શાવે છે. તે બદલાતા એશિયન વાતાવરણમાં ભારતને એક આકર્ષક બજાર તરીકે રજૂ કરે છે.
તાજેતરના HSBC અહેવાલ દર્શાવે છે કે, જ્યારે વિદેશી રોકાણકારોએ છેલ્લા એક વર્ષમાં ભારતીય શેરોમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે, ત્યારે સ્થાનિક રોકાણકારોએ મજબૂત હાજરી જાળવી રાખી છે, જે બજારની સ્થિરતામાં ફાળો આપે છે.


