સોનુ ઓલ ટાઈમ હાઈ : ૧૦ ગ્રામના રૂા.૧,૧૧,૦૦૦

સોનુ ઓલ ટાઈમ હાઈ : ૧૦ ગ્રામના રૂા.૧,૧૧,૦૦૦

(બ્યુરો)               રાજકોટ,તા.૯
સોનાના ભાવો દરરોજ નવી ઉંચાઈ બનાવી રહ્યા છે. તહેવારોની સિઝનમાં ઘરાકી વિશે સસ્પેન્સ છે.ત્યારે રક્ષાબંધનથી ઓણમ સુધીનાં તહેવારનાં પ્રથમ તબકકામાં સોનાની ડીમાંડમાં ૨૮ ટકાનો ઘટાડો માલુમ પડયો છે.
ઈન્ડિયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનનાં રીપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષનો અથવા કોવીડકાળ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. સોનાના ભાવમાં ર્વાષિક ધોરણે ૪૯ ટકાની વૃદ્ધિ થયાની સીધી અસર ઘરાકી તથા ગ્રાહકોના સેન્ટીમેન્ટ ઉપર થઈ છે અનેક ગ્રાહકો જવેલરીની ખરીદીથી જ દુર રહ્યા હતા. જયારે અન્યોએ ઓછા કેરેટ કે લાઈટ વેઈટ દાગીનાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
રાજકોટમાં સોનાનો હાજર ભાવ ૧,૧૧,૦૦૦ ને વટાવી ગયો છે.ગયા વર્ષે આ સમયે સોનાનો ભાવ ૭૫૦૦૦ આસપાસ હતો. સંગઠનના મંત્રી સુરેન્દ્ર મહેતાના કથન પ્રમાણે સોનાના ઉંચા ભાવથી ડીમાંડ ઘટી છે. ઉપરાંત ભાવમાં વોલાટીલીટીઓને કારણે સેન્ટીમેન્ટ નબળુ પડયુ છે. ભાવ સ્થિત થતા નથી અત્યાર સુધી લોકો-ગ્રાહકો ૭ થી ૧૨ ગ્રામ વજનની લાઈટવેઈટ જવેલરી પસંદ કરતા હતા તે માત્રા હવે ૭ થી ૧૦ ગ્રામ થઈ ગઈ છે.