જૂનાગઢમાં સ્વામી લીલાશાહ સીંધુ ભવનનું ભૂમિ પૂજન
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા બાયપાસ રોડ પર ત્રિમંદિર નજીક સીંધુ ભવનના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે. અને જેને લઈને તા. ર૪-૧૦-રપના સવારે ૯ કલાકે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વામી લીલાશાહ મહારાજની અસીમ કૃપાથી જૂનાગઢ મુકામે આશરે રૂા. ૧૦ કરોડનાં ખર્ચે નિર્માણાધીન અત્યઆધુનિક સીંધુ ભવનનું ભૂમિ પુજન આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ પંચદશનામ જુના અખાડા કાશી, રૂદ્રેશ્વર ભારતી આશ્રમ જૂનાગઢના મહંત શ્રીઈન્દ્રભારતી બાપુ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સીંધી સમાજનાં વરીષ્ઠ અગ્રણી કાળુભાઈ સુખવાણી અને આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.


