મુખ્યમંત્રીના ઓએસડી તથા જૂનાગઢ એસપીએ માં-બાપ વગરની બ્રાહ્મણ દીકરીને વ્હારે આવ્યા ને સાથે આપ્યો હૂંફ અને પ્રેમ
(પ્રતીનીધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૩
લોકોમાં એક વાત ઘર કરી ગઈ હોય છે કે સરકારી બાબુઓ દયા હીન હોઈ તેવો કઢણ કાળજાના હોઈ લોકો પ્રજાના દુ:ખ સમજતાના હોઈ આવી એક વાત લોકોમાં પેસી ગઈ હોય જ્યારે વિપરીત જોઈએ તો જૂનાગઢની માં-બાપ વગરની બ્રાહ્મણ દીકરી સાથે થયેલ છેતરપિંડીને તેમની આપવીતી કહેવા પહોંચી ગઈ ગાંધીનગર હર્ષ સંઘવીની ઓફીસને દીકરીની આપવીતીની વાત સાંભળી નાયબ સીએમના ઓએસડી આશિષ વાળા પણ સ્તબ્ધથઈ ગદ ગદિત થઈ ગયાને છૂટીયા આદેશ. વાત જાણે એમ છે કે જૂનાગઢ બાયપાસ મધુરમ સોસાયટીમાં ભાડાના મકાનમાં બ્રાહ્મણ દીકરી અને તેનો નાનો ભાઈ રહે છે. ભાઈ-બહેન નોંધારા છે માતાનું અવસાન ૨૦૧૬માં થયું અને પિતાનું અવસાન ૨૦૨૧માં માતા-પિતા ભગવાનજીભાઈના અવસાનથી મોટી બહેન ભાવિકા જોશીની ભાઈને અને પોતાનાના નિભાવની જવાબદારી આવી ગઈ હતી. માતા-પિતાની હયાતી હતી ત્યારે પિતા સાધુ જીવન જીવી ભિક્ષા વૃત્તિના અને માતા ઘર કામ કરી ગુજરાન ચલાવતા ત્યાર બાદ ૨૦૧૬માં માતા ગંભીર બીમારીમાં અવસાન થયેલ. મૃત્યુંના આગળની પળમાં માતાએ દીકરી ભાવિકાને ખાટલે બાજુમાં બેસાડીને માથે હાથ ફેરવતા ફેરવતા એક નાની રૂમાલમાં બાંધેલ પોટલી દીકરી ભાવિકાના હાથમાં મુકેલને જણાવેલ કે આ મારી મરણ મૂડી છે જે મને મારી માં એ આપેલ હતું. મારા લગ્ન વખતે એ સોનાની નાનું મંગળ સૂત્ર અને બુટી હું તને આપીને હવે આ દુનિયા છોડીને જતી રહીશ. ભગવાન પાસે પણ તું ભાઈ અને તારા પિતાનું ધ્યાન રાખજે અને તારા લગ્ન થાય ત્યારે આ સોનાનું મંગળ સૂત્ર તું લઈ જજે. માતાના અવસાન બાદ બે વર્ષ બાદ પરિવાર પર આફતનો પહાડ પડ્યો હોય તેમ ઘર ચાલવું મુશ્કેલ હોય એ સમયે પિતા ભગવાનજીભાઈને પણ બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીમાં સપડાઈ ગયેલ ઘરની પરિસ્થિતિ બોવ ખરાબ હતી. એમાંય પિતાની બીમારીની સારવારનો ખર્ચ કરવો મુશ્કેલ હતો જેથી પિતાને બચાવવા માતાએ મરણ સમયે આપેલ સોનાનું મંગળ સૂત્ર બેન્કમાં મૂકી ૧ લાખ રૂપિયાની ગોલ્ડ લોન લીધેલ અને તે રૂપિયા સારવારમાં ખર્ચ કરી નાખેલ. વધુ સારવાર માટે પિતાના નામે આવેલ ૪ વિઘા જમીન જે વિસાવદર તાલુકામાં હતી જે જમીન પિતાની સારવાર માટે જરૂરિયાત ઉભી થતા જૂનાગઠના જમીન લે-વેચ કરતા બે શખ્સને માત્ર ૪ લાખ રૂપિયામાં જમીન વેચેલ સામે વાળા દ્વારા જમીન દસ્તાવેજ કરીને ૩ લાખ રકમ આપેલ અને ૧ લાખ જમીનની એન્ટ્રી પડે પછી આપવાની શરતે જમીન દસ્તાવેજ કરી લીધેલ. તમામ રકમ પિતાની સારવારમાં દિકરી ભાવિકાએ ખર્ચ કરી નાખેલ. વધુ ઓપરેશન માટે અમદાવાદ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ આરોગ્ય ભુવન અમદાવાદમાં સારવાર માટે બે માસ જેટલો સમય રોકાયેલ છતાં સારવાર કારગત નીવડલ નહિ અને આખરે ૨૦૨૨માં પિતા પ્રવીણભાઇનું અવસાન થયેલ. ભાઈ-બહેનમાં બાપ વગરના ઓશિયાલ બની ગયેલ પરંતુ બહેન હિંમત હાંરેલ નહિ અને પોતે અમુલ ડેરી ફાર્મમાં નોકરી કરી પોતાનુંને ભાઈનું સ્વમાનભેર ગુજરાન ચાલવતી કોઈ પાસે લાંબો હાથ નહિ કર્યો પરંતુ દીકરી ભાવિકાને એક વાતનો રંજ હતો કે માતાની આખરી નિશાની સોનાનું મંગળ સૂત્ર બેન્કમાંથી છૂટી જાય તો એ જોઈને રાજીપો રહે પણ બેન્ક વ્યાજ સહિત એક લાખ ત્રીસ હજાર જેવું ભરવાનું થતું હતું તેમ છતાં હિંમત હાર્યા વગર તે પહેલા જમીન દલાલો પાસે તેમની ૧ લાખની લેણી રકમની અવાર નવાર માંગણી કરેલ જો એ રકમ દીકરીને મળી જાય તો એ બેન્કમાંથી એ રકમ થકી માતાની આખરી નિશાની દાગીના છોડાવી શકે પરંતુ પેલા જમીન માફિયા તો છેલે તો દીકરી જ્યારે રૂપિયાની માંગણી કરે તો ગાળો દેવા લાગેલ આખરે હારેલી થાકેલી આ દીકરીએ અનેક લોકો આગેવાનો બ્રહ્મ અગ્રણીઓ તથા પોલીસ તંત્ર પાસે ગયેલ પણ પરિણામ મળેલ નહિ દીકરીની આ વાતનો ખ્યાલ બ્રહ્મ અગ્નિ જયેશ દવેને ખ્યાલ આવતા દીકરીને કહેલ કે રૂપિયા અમે સમાજમાંથી ફાળો કરી આપી દેસુ તો આ ભાવિકો દીકરીના શબ્દો એ હતા કે નહીં ફાળો સુકામ મારા હકના છે. મારા પિતાની જમીન મારી હાજરીમાં વહીવટ થયેલ મને આપવાના મારા હકમાં રૂપિયા મને અપાવો. જેથી દીકરીને લઈ જયેશ દવે સચિવાલય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને મળવા મુલાકાત માંગેલ હર્ષ સંઘવી હજુ ચેમ્બરમાં આવેલ નહિ એ દરમ્યાન સાહેબના ઓએસડી આશીષ વાળા સાહેબને આ ભાવિકાબેન મળેલને દીકરીએ ૨૦૧૬થી લઈ ૨૦૨૫ સુધીની તમામ આપવીતી આશિષ વાળા સાહેબને જણાવેલ દીકરીની વાત સાંભળી માનવતા વાદી હકારાત્મક આ ઓફિસર પણ ગદ ગદિત થઈ ગયેલ દીકરી ભવિકાને ખૂબ સારી રીતે સાંભળી સારૂ આશ્વાસન અને હૂંફ આપીને ભોજન કરાવીને આ કામ તો થઈ જશે જ પણ જીવનમાં જ્યારે પણ કોઈ તકલીફ હોય તો અમો અહીં બેઠા છીએ અને આ માં-બાપ વગરની દીકરીને હયે ટાઢક થાય એમ તેની હાજરીમાં જ જૂનાગઠ એસપીને કોલ કરી દીકરીને ન્યાય અપાવવા અને તેમની લેણી રકમ પરત અપાવવાના આદેશ આપેલ. ભાવિકાબેન ગાંધીનગરથી પરત જૂનાગઠ જવા નીકળેલ રસ્તામાં આ માનવતા વાદી કોમળ હૃદયના આ વાળા સાહેબ દ્વારા દીકરી પરત પહોંચી ગઈ ચિંતા ન કરતા બેન તમને ન્યાય મળી જશે. આવી તો સતત દરકાર લીધા કર્યા બીજા દિવસે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ પણ સામેથી બોલાવી તેમની આપવીતી જાણી તુરંત સી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર વી.જે.સાવજને બનાવ અંગે વાકેફ કરેલ અને બેનને સી ડિવિઝન અરજી કરવા બોલાવેલ ભાવિકાબેન દ્વારા પીઆઈ સાવજને પોતાની આપવીતી સાથે પેલા જમીન દલાલો વિરૂદ્ધ અરજી આપતા જ પીઆઈ સાવજ દ્વારા એ બન્ને શખ્સોને પોલીસ સ્ટેશનમાં બોલાવી દીકરીની હાજરીમાં જ કડક ભાષામાં પોલીસ સ્ટીકથી બન્નેને દબાવતા બન્ને શખ્સોએ ભૂલ સ્વીકારી આ ભાવિકાબેનની લેણી રકમ એક લાખ રૂપિયા પરત આપી દીધેલ અને એસપી સાહેબ તથા સી ડિવિઝન પીઆઈ પોતે પણ લાગણીશીલ વ્યકિતત્વ હોય અને તે પણ આ બ્રાહ્મણ દીકરીની આ કરૂણ કથા સાંભળી ભાવુક થઈ ગયેલ અને તેમને પણ આ દીકરીની સ્વમાનભેર જીવવા તથા માતા-પિતા અને ભાઈ માટેની બલિદાનની સરાહના કરી હતી અને પીઆઈ સાવજે આગ્રહ પૂર્વક તેમની રકમ પરત આપી પોતે પણ આર્થિક યોગદાન આપવાની તૈયારી બતાવેલ.


