જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં વિવિધ ઠરાવો પસાર કરાયા
જૂનાગઢ તા. ૯
જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમીટીની એક મહત્વની બેઠક સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન પલ્લવીબેન ઠાકર અને સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજરોજ કોર્પોરેશન ખાતે મળી હતી. એજન્ડાની કાર્યસુચી પ્રમાણેનાં કામોની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. અને મોટાભાગના કામોને બહાલી આપવામાં આવી છે. આજે યોજાયેલી આ બેઠકમાં મુકવામાં આવેલા વિવિધ કામોમોમાં જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકનાં સોનાપુર સ્મશાન ખાતે આવેલ જુના બિલ્ડીંગ-ર અને નવા બિલ્ડીંગ-ર એમ કુલ-૪ વિદ્યુતભઠ્ઠીઓ આવેલ છે.સોનાપુર સ્મશાન ખાતે આવેલા સોનાપુર સ્મશાન ખાતે આવેલ જુના બિલ્ડીંગ-ર અને નવા બિલ્ડીંગ-ર એમ કુલ-૪ વિદ્યુતભઠ્ઠીઓને રીપેરીંગ કરી ૩-વર્ષ માટે ઓપરેશન અને કોમ્પ્રેહેન્સીવ મેઈન્ટેનન્સ કરવાની કામગીરી માટેનાં કામ માટેનું ટેન્ડર ડોક્યુમેન્ટ ટેન્ડર કમીટી ધ્વારા તૈયાર કરી સ્થાયી સમીતીમાં ટેન્ડરની શરતો અને સ્પેશીફીકેશન મંજુર કરવા માટે રજુ કરતા સંદર્ભ-૧ની વિગતેનાં સ્થાયી સમીતી ઠરાવથી ટેન્ડરની શસ્તો અને સ્પેશીફીકેશન મંજુર થયેલ છે.
સંદર્ભ-૨ ની વિગતે સ્ટ્રીટલાઈટ શાખાની જાહેર નિવીદા નં.૦૩/૨૦૨૪-૨૫ (બિજાે પ્રયત્ન) તા.૦૭/૧૨/૨૦૨૪ ના ક્રમ નં.૧ થી મહાનગર સેવા સદન, સોનાપુર સ્મશાન ખાતે આવેલ જુના બિલ્ડીંગ-૨ અને નવા બિલ્ડીંગ-૨ એમ કુલ-૪ વિદ્યુતભઠ્ઠીઓનું ૩.વર્ષ માટે ઓપરેશન એન્ડ કોમ્પ્રેહેન્સીવ મેઈન્ટેનન્સ કરવાની કામગીરી માટે નિવીદાથી ભાવો ઓફર રેટથી માંગવામાં આવેલ, ટેન્ડર ડોકયુમેન્ટ કવર પરત કરવાની નિયત મુદત તા.૩૦/૧૨/૨૦૨૪ સુધીમાં કુલ-૨ એજન્સીઓ (૧) શ્રીનાથજી લાઈટ એન્ડ સાઉન્ડ, જૂનાગઢ, (૨) એવરેસ્ટ મલ્ટીટેક, અમદાવાદ નું ટેન્ડર કવર મળેલ છે. ઉપરોકત પાર્ટીના ટેન્ડર ડોકયુમેન્ટ ટેન્ડર કમિટી સમક્ષ ખોલવા રજુ કરતા ટેન્ડર કમીટી ધ્વારા ડોક્યુમેન્ટ કવર ખોલવાનુ નક્કી થતા ઉપરોકત બંને એજન્સીનો ઓનલાઈન ટેકનીકલ ડોકયુમેન્ટ/ટેન્ડર ડોક્યુમેન્ટ કવર ખોલી ટેન્ડર ફી, ઈ.એમ.ડી., અનુભવ વિગેરે ચેક કરતા (૧) શ્રીનાથજી લાઈટ એન્ડ સાઉન્ડ,જુનાગઢ કવોલીફાઈડ થયેલ છે. આમ, કવોલીફાઈડ થયેલ ક્રમ નં.૧ ની એજન્સીના ઓનલાઈન ભાવ ખોલવાનું ટેન્ડર કમીટી મારફત સર્વનુમતે ઠરાવવામાં આવતા ઓનલાઈન ટેન્ડર ખોલતા કમ્પેરેટીવ સ્ટેટમેન્ટ મુજબનાં ક્રમ નં.૧ શ્રીનાથજી લાઈટ એન્ડ સાઉન્ડ,જુનાગઢનાં ભાવ વિદ્યુતભઠ્ઠીઓના ૩-વર્ષ માટે ઓપરેશન એન્ડ કોમ્પ્રેહેન્સીવ મેઈન્ટેનન્સ માટેનાં ભાવ ટેન્ડરની અંદાજીત કિંમત રૂા.૭૦,૦૦,૦૦૦/- (ય્જી્ ઈઠ્ઇછ) થી ઉંચા રૂા.૮૧,૦૦,૦૦૦/-(ય્જી્ ઈઠ્ઇછ) આવેલ છે. આમ, શ્રીનાથજી લાઈટ એન્ડ સાઉન્ડ, જૂનાગઢ ન્-૧ આવેલ છે. આમ, ઉપરોકત એજન્સીનાં ભાવ ટેન્ડર ની અંદાજીત કિંમતથી રૂા.૧૧,૦૦,૦૦૦/- (ય્જી્ ઈઠ્ઇછ) થી ઉચા આવેલ હોય જેથી જુ.મ.ન.પા./સ્ટ્રીટલાઈટ/જા.નં.૭૫ તા.૨૦/૦૬/૨૦૨૫ થી એજન્સી ને નેગોશીએશન માટે બોલાવતા એજન્સી ધ્વારા સ્ટ્રીટલાઈટ આવક નં.૪૪૦ તા.૨૪/૦૬/૨૦૨૫ થી તેઓએ ભરેલ ભાવમાં રૂા.૪,૦૦,૦૦૦/- નો ઘટાડો કરી એટલે કે રૂા.૭૭,૦૦,૦૦૦/-
(ય્જી્ ઈઠ્ઇછ) પુરા થી
૪-વિદ્યુતભઠ્ઠીઓનું ઓપરેશન એન્ડ મેઈનટેનન્સની કામગીરી કરવા માટે લેખીત સહમતી આપેલ છે. આમ, શ્રીનાથજી લાઈટ એન્ડ સાઉન્ડ, જૂનાગઢ ભાવ રૂા.૭૭,૦૦,૦૦૦/- (ય્જી્ ઈઠ્ઇછ) પુરા મંજુર કરવા અર્થે કમિશનર તરફથી કરવામાં આવેલ દરખાસ્ત સહીતના કાર્ય સુચી પ્રમાણેનાં ઠરાવોને સર્વસંમતિથી પસાર કરવામાં આવેલ છે.


