જૂનાગઢમાં યુનાઇટેડ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા ૨૩મો મુસ્લિમ તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢમાં યુનાઇટેડ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા ૨૩મો મુસ્લિમ તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૩
જૂનાગઢ શહેર જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી પ્રતિષ્ઠિત સામાજીક અને શૈક્ષણિક સંસ્થા યુનાઈટેડ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા ૨૩મો મુસ્લિમ તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો હતો. આ અવસરે ધોરણ ૭ થી લઈને ઝ્રછ સુધી સફળતાં પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જાણીતા શિક્ષણવિદ ડો. શહેનાઝબહેન બાબીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.  કાર્યક્રમનાં ઉદઘાટક તરીકે શ્રીમતી મીતાબેન જવાહરભાઈ ચાવડા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આવેલા માંગરોળ રાજવંશના સાહેબઝાદી તેમજ જાણીતા શિક્ષણવિદ અકિલાબેન શેખ, ઇનામ વિતરણ ગીર સોમનાથ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર ફાતિમાબહેન માકડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્ય મહેમાન તરીકે  ડો. નાજીમાબહેન કાજી, ડો. સીમાબહેન પીપલીયા, ડો. અફઝલનાઝ મોદી, ડો. સબા અલીખાન, ડો. સાઝિયા ચવાણ, ડો. રૂખસાર મકકડી, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબહેન ઉપાધ્યાય, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર હર્ષાબહેન ગઢવી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્ય પ્રભાબહેન પટેલ, અમદાવાદથી ખાસ આ કાર્યક્રમમા હાજરી આપવા માટે સાયન્સ સિટીના આસિસ્ટન્ટ ક્યુરેટર ડો. શબનમ સૈયદ, ગુજરાત વિદ્યાપીઠના ઇતિદાસવિદ ડો જેનામાં કાદરી, પોરબંદરથી ડો તબસુમબહેન પરમાર, રાજકોટના ચાંદનીબહેન જાગા, કેશોદ કોલેજના ડો. હિનાબેન સીડા, જૂનાગઢના પૂનમબેન ગઢવી, CVM ગ્રૂપના શ્રીમતી પ્રીતિબહેન દીપકભાઈ ચોક્સી તથા જૂનાગઢના જાણીતા જવેલર્સ પ્રમુખ જવેલર્સના દીપાબેન પાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ, કેશોદ, માંગરોળ, ખંભાળિયા, ધોરાજી વગેરે જેવા આસપાસના શહેરોમાંથી પ્રતિષ્ઠિત મહિલા પ્રતિભાઓ અતિથિ વિશેષ પદે મંચ ઉપર બિરાજમાન થયા હતા. કાર્યક્રમના આયોજક અને સંસ્થાનાં પ્રુમુખ ઈકબાલભાઈ મારફતિયાએ જણાવ્યું હતું કે કુલ ૮૯૦ જેટલી અરજીઓ મળેલ હતી તેમાંથી ૨૩૭ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને બાકીના વિદ્યાર્થીઓને પણ આશ્વાશન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં પણ યુવતીઓનું પ્રમાણ વધારે હતું. કાર્યક્રમ ની ખાસ વાત એ રહી કે સ્ટેજ પર ફક્ત મહિલાઓને જ સ્થાન અપાયુ હતુ અને મહિલાઓ નાં જ હસ્તે તમામ વિદ્યાર્થીઓને ઇનામ અપાયા હતા. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું પણ સન્માન થયું. ૭૦ ટકા ઇનામો વિર્દ્યાથિનીઓને મળ્યા હતા, જેનાથી મહિલા સશક્તિકરણનું પ્રબળ સંદેશ સમગ્ર સમાજમાં પહોંચ્યો હતો. આ ઉપરાંત ફક્ત શિક્ષણ જ નહિ પણ સર્વાંગી વિકાસ માટેની યુનાઇટેડ એજ્યુકેશ શ્ વેલ્ફાર સોસાયટીની મુહિમના ભાગરૂપે ફોરેન્સિક વિભાગ ખાતે ઉમદા કામગીરી કરનાર લાસરી ફાતિમા, ૮૪ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી ઝડપથી સતત ચાલતા રહેતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભાનુ બહેન પટેલ, સ્પીપા જેવી પ્રતિષ્ઠિત સંસ્થા મા પ્રવેશ મેળવનાર શાહમદર શેનાઝ, સીએ ની પરીક્ષા માં સફળતાં મેળવનાર કાદુ સૈફદ્દીન દાઉદભાઈ, રમત ગમત વિભાગમા દોડ, વોકિંગ, સ્વિમિંગ મા વિવિધ સ્પર્ધા જીતનાર દીકરી વણાંક મુનિરા હુસેનભાઈ અને વણાંક સકીનાબેન હુસૈનભાઈ, હોસ્પિટાલીટી મેનજમેન્ટ મા સારી કામગીરી સબબ લાસરી સાહીનબેન,મુસ્લિમ સમાજ માટે અતિ આવશ્યક એવા મુસ્લિમ સ્ત્રી રોગ નિષરાંત તરીકે ઉતીર્ણ થનાર ડો દરબાર આયેશા તથા તેમના જ બહેન ર્ડો દરબાર મરિયમ કે જેમને ફિઝીયોથેરાપીમા માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલ તેવા તેજસ્વી તારલાઓનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. યુનાઈટેડ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજી વિદ્યાર્થીઓના મનોબળને પ્રોત્સાહિત કરી રહી છે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સફીભાઈ દલાલ અને ટીમે કર્યું હતું જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન હારૂનભાઈ વિહળે કર્યું હતું.