ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પૂર્વક ઉજવણી

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ શુભેચ્છા મુલાકાત દરમ્યાન માતાજીના ગરબા રજુ કરી શકિતની આરાધના કરી

ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પૂર્વક ઉજવણી

જૂનાગઢ તા. ૧
જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ભાવપૂર્વક ઉજવણી સર્વત્ર કરવામાં આવી રહી છે. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં છેલ્લા પપ વર્ષ થયા પ્રાચીન ગરબી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા યોજવામાં આવી રહી છે. આ વર્ષે પણ ખુબ જ ભાવપૂર્વક માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. 
ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી અને સર્વે કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર શકિતીની આરાધના કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસ થયા વરસાદના સમયગાળા દરમ્યાન પણ ગાંધીગ્રામ ગરબી મંડળના આયોજકો દ્વારા રોજ માતાજીની પુજા, આરતી અને ગરબાના કાર્યક્રમો યોજાય છે. પ્રાચીન ગરબીની પરંપરા ગાંધીગ્રામ ગરબી મંડળે જાળવી રાખી છે. અને બાળાઓ સરસમજાના રાસ રજુ કરે છે. દરમ્યાન ગાંધીગ્રામ ગરબીની જેઓએ સ્થાપના કરી હતી તેવા જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ ગાંધીગ્રામ ગરબી મંડળની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને માતાજીનાં ગરબા પણ રજુ કર્યા હતાં. આ તકે વીરાભાઈ મોરી અને કાર્યકર્તાઓએ ગરબીમાં ઉપસ્થિત ભીખુદાનભાઈ ગઢવીનું ભાવભર્યુ સ્વાગત અને સન્માન કર્યુ હતું.