રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર, વિજયાદશમી ઉત્સવથી શતાબ્દી વર્ષનો પ્રારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને નિખારવા સંઘના સ્થાપના દિવસ વિજયાદશમી પર્વ ઉપર જૂનાગઢનાં વિવિઘ ઉત્સવ સ્થળે પ્રબુદ્ધ નગરજનો રહેશે ઉપસ્થિત
જુનાગઢ, તા.૧
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ ઉજવણી સંદર્ભે સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને શતાબ્દી વર્ષની ઉજવણી પાંચ ઓક્ટોબરે જૂનાગઢ શહેરના પાંચ જેટલાં વિવિધ સ્થળોએ તથા જિલ્લાના ૬ તાલુકાના સ્થાનો ભેંસાણ,મેંદરડા,વંથલી,માણાવદર, બિલખા તથા વિસાવદરમાં ઉત્સાહભેર ઉજવણી થશે.
જૂનાગઢ શહેરનાં ઉપનગર જેવા કે માધવ ઉપનગરમાં શિવમપાર્ટીપ્લોટ,ઝાંઝરડા રોડ, વિર સાવરકર ઉપનગરમાં ગિરનાર પબ્લીક સ્કુલ, મોતીબાગ પાસે, વિવેકાનંદ ઉપનગરમાં કન્યા છાત્રાલય જાેષીપુરા,ગિરનાર ઉપનગરમાં સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ, કેશવ ઉપનગરમાં ગેબી હનુમાન મંદિર ગાંધીગ્રામ ખાતે સાંજે ૪-૩૦ કલાકે પ્રારંભમાં પથ સંચલન અને ત્યાર બાદ સમાજની સજ્જન શક્તિની ઉપસ્થિતિમાં પ્રાત્યક્ષિક દ્વારા વિજયાદશમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
સંઘની ૧૦૦ વર્ષની સેવા, સંઘર્ષ, સમર્પણ અને રાષ્ટ્રભાવનાની શિસ્તબધ્ધ વિકાસ યાત્રામાં સહભાગી બની કાર્યક્રમમાં જાેડાવા / ઉપસ્થિત રહેવા આયોજક સમિતિ દ્વારા સોરઠના સૌ નગરજનો હાર્દિક આમંત્રિત છે. સંઘ શતાબ્દી વર્ષના કાર્યક્રમોની વિસ્તૃત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં પશ્ચિમ ક્ષેત્ર નાં સંઘચાલક મા. ડો. જયંતિભાઈ ભાડેસિયાએ વિગતો આપતા જણાવ્યુ હતું કે દેશભરમાં હજારો શાખાઓના માધ્યમથી વ્યક્તિ નિર્માણનું કાર્ય સતત ચાલી રહ્યું છે, તેમણે શતાબ્દી વર્ષમાં ગુજરાત રાજયમાં વિભિન્ન કાર્યક્રમોની ઊજવણી વિગતો આપી કહ્યું હતું કે શતાબ્દી વર્ષ નિમિતે સંઘનો કાર્ય વિસ્તાર સમાજની સજ્જન શક્તિને સાથે લઈને વિભિન્ન પ્રકારના કાર્યક્રમોના રૂપમાં ઉજવવામાં આવશે. જેમાં વિજયાદશમી ઉત્સવનાં કાર્યક્રમોમાં સમાજના પ્રતિષ્ઠિત લોકો પણ સહભાગી થવાના છે. આ વિજયાદશમી ઉત્સવ નિમિતે રાજ્યમા ઘણાં સ્થળોએ કાર્યક્રમ થશે, જેમાં લાખોની સંખ્યામાં સ્વયંસેવકો ભાગ લેશે.આ કાર્યયોજનાનાં ભાગરૂપ જૂનાગઢ શહેરનાં પાંચ ઉપનગરમાં વિવિધ સ્થાનો પરઆયોજિત વિજયાદશમી ઉત્સવમાંઆપ સૌ ઉપસ્થિત રહી સહભાગી બનવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર સંઘચાલક પિયુષભાઈ મદાણીની યાદીમાં જણાવાયું છે.


